જન્મજયંતિ ખાસઃ સ્વામી વિવેકાનંદને પોરબંદર સાથે છે ખાસ નાતો

ઈસ.1891-92માં વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલા સ્થળ પર અતિથિ તરીકે રહ્યા હતા.

News18 Gujarati
Updated: January 12, 2018, 3:06 PM IST
જન્મજયંતિ ખાસઃ સ્વામી વિવેકાનંદને પોરબંદર સાથે છે ખાસ નાતો
સ્વામી વિવેકાનંદ જ્યાં બેસતા હતા તે ઓરડો
News18 Gujarati
Updated: January 12, 2018, 3:06 PM IST
પોરબંદરઃ યુવાઓનો આદર્શ અને વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ છે. નાની ઉંમરમાં જ દેહ ત્યાગ કરનાર સ્વામી વિવેકાનંદે આમ તો દેશ વિદેશમાં પરિભ્રમણ કર્યુ છે. પરંતુ પોરબંદર સાથે તેઓનો નાતો કંઈક અનેરો રહ્યો છે. તેમણે પોરબંદરમાં એક-બે દિવસ નહીં પરંતુ સૌથી વધુ 4 માસ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો.

દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદની 155મી જન્મજંયતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર સાથે પણ સ્વામી વિવેકાનંદને વિશેષ અને યાદગાર નાતો રહ્યો છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે, સન્યાસી ક્યારેય કોઈ સ્થળ પર ત્રણ દિવસથી વધુ રોકાણ કરતા નથી પરંતુ સ્વામી વિવેકાનંદે ભારત પરીભ્રમણ દરમિયાન પોરબંદરમાં 4 માસ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો.

ઈસ.1891-92માં વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલા સ્થળ પર અતિથિ તરીકે રહ્યા હતા. આજે પણ સ્વામીજીનો આ ઓરડો અહીં હયાત છે. સાથે એ બેંચ પણ છે કે જ્યાં તેઓ બેસતા હતા. કહેવાય છે કે પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરગે જ સ્વામીજીને ફ્રેન્ચ ભાષા શીખવી હતી. સ્વામીજીએ પણ તેમને અથર્વવેદના ભાષાંતરમાં મદદ કરી હતી. એવું પણ જાણવા મળે છે કે પોરબંદરથી જ સ્વામીજી દ્વારકા, સોમનાથ વગેરે સ્થળે પરિભ્રમણ કર્યુ હતું. હાલ અહીં વિવેકાનંદ મેમોરીયલનુ નિર્માણ થયેલું છે. આ સ્થળ પર પોરબંદરના વિદ્ધાન એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરગ રહેતા હતા.

પોતાની નાના પણ અમૂલ્ય જીવન દરમિયાન ભારત દેશના ઉત્થાન માટે જેઓએ સતત કાર્યો કર્યા તે સ્વામી વિવેકાનંદ પોરબંદરના ઓરડામાં આટલો લાંબો સમય રોકાણ કર્યું હોવાથી સ્વાભાવિક છે કે આ સ્થળનું મહાત્મય આપમેળે જ વધી જાય. સ્વામી વિવેકાનંદના આ ઓરડા અંગે પોરબંદર રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલના સેક્રેટરી સ્વામી આત્મદિપાન્નદે એવું જણાવ્યું હતું કે, 'દેશ વિદેશથી અનેક લોકો આ સ્વામીજીના આ ઓરાડાની મુલાકાત લઈને અહીં ઘ્યાન કરે છે. અહીં આવતા તમામ લોકોને આજે પણ આ ઓરડામાં સ્વામીજી અહીં રહ્યાના વાઈબ્રેશનનો અનુભવ થાય છે.'

દર વર્ષે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આ વિવેકાનંદ મેમોરીયલની મુલાકાત લઈને સ્વામીજીને પ્રણામ કરતા જોવા મળે છે. આ મુલાકાતીઓ જે સ્થળ પર સ્વામીજીએ આટલો સમય વિતાવ્યો તે સ્થળ પર થોડો સમય વિશ્રામ-ધ્યાન કરીને ધન્યતા અનુભવે છે. કહેવાય છે ને કે જે સ્થળ પર મહાન સંતો જ્ઞાનીઓનો નિવાસ હોય તે સ્થાનનો જે અલોકિક પ્રભાવ અનુભવાઈ છે તે અવર્ણનીય અને અદભૂત અનુભવ અહીં આવતા તમામ લોકોને થતો હશે તે ચોક્કસ છે.

સ્ટોરીઃ પ્રતીશ શીલુ, પોરબંદર

Loading...
વિવેકાનંદ જે પાટ પર બેસતા હતા તેના અહીં રાખવામાં આવી છે


સ્વામી વિવેકાનંદ જ્યાં બેસતા હતા તે ઓરડો


સ્વામી વિવેકાનંદ ચાર મહિના જે ઓરડામાં રહ્યા તેનું બહારની દ્રશ્ય


પોરબંદર ખાતે આવેલું સ્વામી વિવેકાનંદ મેમોરિયલ હાઉસ
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर