કેન્દ્રીય પ્રધાન સ્મૃતી ઈરાની પ્રચાર અર્થે પોરબંદર પહોંચ્યા હતાં. ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાના પ્રચાર માટે આવેલા સ્મૃતી ઈરાનીએ પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જાહેરસભાને સંબોધીત કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. સ્મૃતીએ પોતાના સંબોધનમાં વંશવાદને લઈને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. સાથે જ યુપીના અમેઠીમા રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં એક ઈન્ટર કોલેજ પણ નથી બનાવી શક્યાં હોવાનું કહી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બંને પક્ષ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલ સાંજે 5 વાગ્યા બાદ પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ શાંત થઈ જશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly election 2017, Bjp gujarat, Gujarat Election 2017, Smriti Irani, ભાજપ