શનિજયંતી નિમિત્તે ભક્તોનું ધોડાપુર, આ રીતે કરો શનિ દેવને તમે પણ પ્રસન્ન

 • Share this:
  આજે શનિજયંતી નિમિત્તે મોડી રાતથી જ ભાવિક ભક્તો મંદિરમાં ઉમટી પડ્યાં હતાં.વહેલી સવારથી જ શનિદેવની પ્રાગટ્ય ભૂમિ ગણાતા હાથલામાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ભાવિકો શનિજયંતીએ પોતાના જીવન પર શનિદેવની કૃપા વરસી રહે તેવા શુભ આશિષ મેળવવા દર્શન કરવા ઠેર-ઠેરથી લોકો આવી પહોંચ્યા છે. શનિ મંદિરે પોરબંદર અને ભાણવડ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને પણ પહોંચી ચૂક્યા છે પછી મોડી સાંજ સુધી લોકોનો પ્રવાહ દર વર્ષે જોવા મળે છે. ઘણી જગ્યાએ મોડીરાત્રે ભાવિકો દ્વારા કેક કાપીને પણ કરી શની જયંતીની ઉજવણી કરાઇ હતી.

  આ વર્ષે કેમ મહત્વ વધારે છે?
  આ વર્ષે શનિજયંતીનું મહત્વ વધારે છે કારણ કે શનિદેવ ધન રાશિમાં વક્રી ભ્રમણ કરી રહ્યાં છે અને આજે જ સૂર્યસંક્રાંતિ પણ થઈ રહી છે. આ સંક્રાંતિના પુણ્યકાળમાં સાધના, ઉપાસના, દાન-પુણ્ય સવિશેષ ફળદાયી બની રહે છે. તેમાં પણ આરોગ્ય પ્રાપ્તિ માટેના તથા શનિદેવની કૃપા મેળવવાનાં આ સમયગાળા દરમિયાન શનિદેવની પૂજા-અર્ચના કરવી જોઇએ.

  શનિદેવને આ રીતે કરો પ્રસન્ન
  તમે આજે શનિદેવને ખુશ કરવા માટે “ઓમ્ શં શનૈશ્ચરાય નમ:” અથવા “હનુમાન ચાલીસા” કે “સુંદરકાંડ”નો પાઠ કરી શકો છો. આ ઉપરાંત તમે શનિ મહારાજ પાસે ધૂપ તથા દીપ પણ કરી શકો છો. સૂર્યાસ્ત બાદ જરૂરિયાતમંદોને અન્નદાન તેમજ કાળા વસ્ત્ર, લોખંડ, કાળા અડદ, સરસીયાના તેલનું દાન કરવાથી સવિશેષ લાભ થઇ શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: