વિવાદાસ્પદ પ્રભાસ પાટણના PIને કરાયા સસ્પેન્ડ

News18 Gujarati
Updated: February 7, 2018, 5:31 PM IST
વિવાદાસ્પદ પ્રભાસ પાટણના PIને કરાયા સસ્પેન્ડ
અગાઉ તેમણે એક ટોલ ટેક્ષ કર્મચારીને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું...

અગાઉ તેમણે એક ટોલ ટેક્ષ કર્મચારીને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું...

  • Share this:
પ્રભાસ પાટણના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રબાસ પાટણના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, પ્રભાસ પાટણના પીઆઈ મનીષ નુકુમને આજે રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યા છે. થોડા દિવસ અગાઉ પ્રભાસ પાટણ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પીઆઈ મનીષ નુકુમ વિવાદોમાં આવેલા છે. ચાર એક મહિના અગાઉ તેમણે એક ટોલ ટેક્ષ કર્મચારીને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. પીઆઈના પત્ની પાસેથી ટોલ ટેક્ષ કર્મચારીએ ટોલ વસુલતા પીઆઈએ કર્મચારીને ઢોર માર મારી, પોલીસ સ્ટેશન લઈ જઈ વર્દીનો રોફ જમાવી દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું હતું.
First published: February 7, 2018, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading