હરિદ્વારમાં ફસાયેલી પોરબંદરની મહિલાઓ પરત ફરી, તમામ ક્વૉરન્ટાઇન

News18 Gujarati
Updated: April 5, 2020, 11:37 AM IST
હરિદ્વારમાં ફસાયેલી પોરબંદરની મહિલાઓ પરત ફરી, તમામ ક્વૉરન્ટાઇન
કંપની ક્વૉયર બોર્ડ સાથે મળીને કોવિડ 19ના દર્દીઓ માટે ક્વૉયર કૉટ અને યુઝ એન્ડ થ્રો મેટ્રેસ પણ બનાવાનું વિચારી રહ્યા છે. જે પ્રોડક્ટ્સ પણ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાલ તમામ મહિલાઓને પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે ક્વૉરન્ટાઇન રાખવામાં આવી છે.

  • Share this:
પ્રતિશ શીલુ, પોરબંદર - કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે હરિદ્વાર ખાતે સપ્તાહ સાંભળવા માટે ગયેલા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની 16 જેટલી મહિલાઓ લોકડાઉનના કારણે હરિદ્વારમાં ફસાઈ હતી. જેમને સાંસદ રમેશભાઇ ધડુકની મદદથી હરિદ્વારથી પોરબંદર લાવવા આવી છે. હાલ તમામ મહિલાઓને પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે ક્વૉરન્ટાઇન રાખવામાં આવી છે.

પોરબંદરની આ મહિલાઓ રેલ્વે મારફત પરત આવવાની હતી. પરંતુ લોકડાઉનનાં કારણે તમામ વાહન વ્યવહાર બંધ થઇ જવાને કારણે આ મહિલાઓ પરત નહી ફરી શકી. તેઓએ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પાસે મદદ માંગી હતી. મહિલાઓ ત્યાં એકલી હતી અને તેઓને ખાવા-પીવા અને રહેવાની વધુ કોઈ મુશ્કેલી પડે તે પહેલાં જ સાંસદ રમેશભાઈ ધડુકએ સ્વખર્ચે હરિદ્વારથી વાહન મારફત આ તમામ 16 મહિલાઓને પોરબંદર લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. આજે આ તમામ મહિલાઓને લઈ તેઓ પોરબંદર પહોંચ્યા હતા.

આ પણ વાંચો - છોટાઉદેપુરમાં કોરોનાના પહેલો કેસ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 122 થઇ

માત્ર એક ફોન કરી પોતાની વ્યથા જણાવતાની સાથે જ સાંસદ રમેશભાઈ ધડુકે, જે રીતે આટલી મહેનત કરી તમામ મહિલાઓને પરત લાવતા આ તમામ લોકોએ સાંસદ રમેશભાઈ ધડુકનો આભાર માન્યો હતો. હાલ તમામ મહિલાઓને પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ- 
First published: April 5, 2020, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading