Home /News /kutchh-saurastra /પોરબંદર : ACBના છટકામાં ફસાયો ઈજનેર 'બાબુ', 1.11 લાખની લાંચ લેતા રંગેહાથ ભરાઈ ગયો

પોરબંદર : ACBના છટકામાં ફસાયો ઈજનેર 'બાબુ', 1.11 લાખની લાંચ લેતા રંગેહાથ ભરાઈ ગયો

લાંચ લેતા ઈજનેર ઝડપાયો

પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગના એક મદદનીશ ઈજનેરને એસીબી દ્વારાએ 1.11 લાખ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો

પ્રતિશ શૈલુ, પોરબંદર : દેશ સહિત રાજ્યની સરકારી ઓફિસોમાં હજુ પણ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. ભ્રષ્ટાચાર દુર કરવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતા લેભાગુ કર્મચારીઓ હજુ પણ સુધવાનું નામ નથી લઈ રહ્યા. એસીબીની ટીમ આવા ભ્રષ્ટાચારીઓને ઝડપી પાડવા હંમેશા તત્પર જ રહે છે, ત્યારે આજે પોરબંદરમાં એક લાંચીયો સરકારી ઈજનેરને રંગેહાથ ઝડપી પાડવામાં એસીબીને સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગના એક મદદનીશ ઈજનેરને એસીબી દ્વારાએ 1.11 લાખ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. રોડના બીલો મંજુર કરવા માટે સરકારી ઈજનેર દ્વારા લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, ઉપરની કમાણી ઘર ભેગી કરવાની લાલચ ઈજનેરને ભારે પડી ગઈ છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર વર્ગ-2 તરીકે ફરજ બજાવનાર મિલનભાઈ રાયઠા નામના કર્મચારીએ પોરબંદર જિલ્લામાં ભારાવાડાથી રાંદલ મંદીર, ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદરથી રાંદલ મંદીર થઈ કીંદરખેડા તરફ જતા રોડના કામો પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પુર્ણ કરેલા કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી રૂા.1,11,000/- ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરીયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબી ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરતાં, એસીબીની ટીમે લાંચીયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડવા માટે છટકુ ગોઠવી દીધુ આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ સરકારી ઈજનેર રૂ. 1,11,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો

એસીબીના જણાવ્યા અનુસાર, જિલ્લા પંચાયત કચેરીમાં માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવનાર મિલનભાઈ રાયઠાએ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી લાંચની માંગણી કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યો છે. જેથી આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
First published: