નકલી નોટોનું રેકેટઃકમ્પ્યુટરની દુકાનને બનાવી નાખી નોટ છાપવાની દુકાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 17, 2017, 5:20 PM IST
નકલી નોટોનું રેકેટઃકમ્પ્યુટરની દુકાનને બનાવી નાખી નોટ છાપવાની દુકાન
પોરબંદરઃરુપિયા 500 અને 1 હજારની નોટો બંધ થયા બાદ હાલમાં નવી ચલણી નોટોની અછતને કારણે લોકો પરેશાન છે ત્યારે આ સમયનો લાભ લઈને અમુક લોકોએ નકલી ચલણ નોટો છાપતા હોવાના કિસ્સોઓ સામે આવી રહ્યા છે.આવુ જ કાઈક જોવા મળ્યુ પોરબંદરમાં કે જ્યા એલસીબીના હાથે લાગ્યા આવા જ ત્રણ મિત્રો કે જે કોમ્પયુટરની દુકાનની આડમાં નકલી નોટો છાપી રહ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 17, 2017, 5:20 PM IST
પોરબંદરઃરુપિયા 500 અને 1 હજારની નોટો બંધ થયા બાદ હાલમાં નવી ચલણી નોટોની અછતને કારણે લોકો પરેશાન છે ત્યારે આ સમયનો લાભ લઈને અમુક લોકોએ નકલી ચલણ નોટો છાપતા હોવાના કિસ્સોઓ સામે આવી રહ્યા છે.આવુ જ કાઈક જોવા મળ્યુ પોરબંદરમાં કે જ્યા એલસીબીના હાથે લાગ્યા આવા જ ત્રણ મિત્રો કે જે કોમ્પયુટરની દુકાનની આડમાં નકલી નોટો છાપી રહ્યા હતા.

નોટબંધી બાદ હાલ પોતાના હક્કના પૈસા મેળવવા માટે લોકો કલાકો બેન્કની બહાર રાહ જોતા જોવા મળી રહ્યા છે.તો અમુક ભેજાબાજોએ આ નોટબંધીને જાણે કે શોર્ટ કટમાં પૈસા બનાવવાનો ઉત્તમ સમય ગણતા હોય તેમ ચલણી નોટોની નકલી નોટો બજારમાં ફેરવી પૈસા બનાવવાની ફિરાકમાં લાગ્યા છે.પોરબંદર એલસીબીએ આવી જ રીતે ચલણી નોટોને પ્રિન્ટ કરીને બજારમાં ફેરવવાની કોશીષમાં રહેલા ત્રણ મીત્રોને ઝડપી પાડ્યા છે.

વાત જાણે કે એમ છે કે,શહેરના લીમડા ચોક શાકમાર્કેટ સામે આવેલ જયનાથ માર્કેટમાં આવેલ આવળ કોમ્પયુટર નામની દુકાન ચલાવતા મુળ કુછડી ગામનો અને હાલ શહેરના રાજીવ નગરમાં રહેતો અરભમ રણમલ કુછડીયા તથા મુળ એરડા ગામનો અને હાલ દેવભૂમી દ્વારકાના સણખલા ગામે રહેતો રામ દુદા ઓડેદેરા અને પોરબંદરના લીમડાચોક શાકમાર્કેટ નજીક રહેતા મનિશ ઉર્ફે લાલો હરીશ મકવાણા દ્વારા કોમ્પયુટરની દુકાનની આડમાં બનાવટી ચલણી નોટો બનાવવાની પ્રવૃતી કરી રહ્યા છે તેવી એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને દરોડો પાડતા રુપિયા 100ના દરની 46,500ના દરની 4 અને 2000ના દરની 1 એક નકલી એમ મળી કુલ 8

હજાર 600ની નકલી ચલણી નોટો મળી આવી હતી.


સાથે જ નોટો છાપવા માટે વપરાશમાં લેવાતુ આધુનીક પ્રિન્ટર,પેન ડ્રાઈવ નોટોને કંટીગ કરવા માટેનુ કટર કાતર તેમજ 5 નંગ મોબાઈલ સાથે કુલ રુપિયા 36 હજાર 730 રુપિયાના મુદ્દામાલ સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલ ત્રણ પૈકી બે આરોપીઓ ધરાવે છે ઉચ્ચ શિક્ષણ


કોમપ્યુટરની દુકાનની આડમાં ચાલતા ચલણી નોટોની છાપકામ કરતા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને મળેલી જાણકારી મુજબ આ કામના આરોપી અરભમ રણમલ કુછડીયા અને રામ દુદા ઓડેદેરા બંન્ને મિત્રોએ હોય અને બંન્ને એક સાથે ઉચ્ચ શિક્ષણ પણ મેળવ્યુ છ જેમાં અરભમ રણમલ કુછડીયા બીસીએ જ્યારે રામે બીએસી આઈટીનો અભ્યાસ કર્યો છે.બંન્ને

મીત્રોને કોઈ કારણોસર કરજ થઈ જતા આ કરજને દૂર કરવા હાલમાં નોટબંધી બાદ જે રીતો ટીવીમાં પ્રિન્ટર મશીનો વડે નકલી નોટો છાપવાના કિસ્સોઓ સામે આવતા જોઈને આ બંન્ને  મીત્રોએ પણ આ રીતે નકલી ચલણી નોટો છાપવાનો વિચાર આવ્યો.ત્યારબાદ આ કામનો ત્રીજો આરોપી મનિશ ઉર્ફે લાલો હરીશ મકવાણા કે જે અરભમ કુછડીયાનો મીત્રો થતો હોય આ ત્રણેય મળીને દશેક દિવસ પૂર્વે જ નકલી ચલણી નોટો છાપવાનો પ્લાન ઘડ્યો અને તે દરમિયાન તેઓએ આ નકલી નોટો છાપી હોય જે અંગે એલસીબીને બાતમી મળી જતા આ ત્રણેય આરોપીઓ નોટોને છાપીને બજારમાં ફરતી કરે તે પહેલા એલસીબી આ શખ્સોને દબોચી લીધા હતા.

 
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर