પોરબંદરઃ અંગત અદાવતમાં નગરપાલિકાના સભ્ય સહિત બેની હત્યા

News18 Gujarati
Updated: April 16, 2018, 11:14 AM IST
પોરબંદરઃ અંગત અદાવતમાં નગરપાલિકાના સભ્ય સહિત બેની હત્યા
News18 Gujarati
Updated: April 16, 2018, 11:14 AM IST
પોરબંદર:  રાણાવાવના આદિત્યાણા ગામમાંથી  ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેને લઈને ખળભળાટ મચી ગયો છે. કારણે મૃતકોમાંથી એક નગરપાલિકાના સભ્ય છે.  મહત્વનું છે  કે આ હત્યા જુની અદાવતના કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અને બંનેના મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગત અનુસાર આદિત્યાણા ગામે જૂના મન દુખના કારણે એક બીજા સામ સામે આવી ગયા હતા. અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી હતી. જેમાં બંનેએ એક બીજાનું મર્ડર કર્યું  હોવાનું સામે આવ્યું છે.

મૃતકનુ નામ હાજા ખુટી અને કાના કડછા છે.  મૃતકોમા કાના હાજા ખુટી નગરપાલિકાના સભ્ય હોવાનુ પણ સામે આવ્યું છે. હાલ તો બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. અને પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નગરપાલિકાની ગત ચૂંટણીમાં જૂના મનદુખને લઇને બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં પાલિકાના નગર સેવક હાજા ખુંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની હત્યા કરવામાં આવી છે. ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નગરસેવક હાજા વિરમ ખુંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાના કડછાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर