પોરબંદર: ડોક્ટરની બેદરકારીથી માસુમે ગુમાવ્યો જીવ, પિતાએ કરી FIR

News18 Gujarati
Updated: February 9, 2018, 11:11 AM IST
પોરબંદર: ડોક્ટરની બેદરકારીથી માસુમે ગુમાવ્યો જીવ, પિતાએ કરી FIR
આ કેસના બંન્ને આરોપી ડોક્ટર અને એક નર્સની અટકાયત કરવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ કેસના બંન્ને આરોપી ડોક્ટર અને એક નર્સની અટકાયત કરવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

  • Share this:
પોરબંદર: સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની બેદરકારીના કારણે અનેક માસુમોએ જીવ ગુમાવવાની ઘટનાઓ રાજ્યમાં છાશવારે સામે આવતી હોય છે. આવી જ એક કમનીબ ઘટના પોરબંદરમાં બની છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ડોક્ટર્સ અને હોસ્પિટલની નર્સિસની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ત્રણ વર્ષની માસુમ બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પોરબંદરના ભાટીયા બજારમા રહેતા અને શાકભાજી વેચીને પોતાનુ ગુજરાન ચલાવતા વ્યક્તિની ત્રણ વર્ષની માસૂમ દીકરીને છ મહિના પૂર્વે ઝાડા ઉલટી થતા પોરબંદરની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યા ડોક્ટરો દ્વારા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નહી હોવાનુ જણાવી તેને ઘરે લઇ જવા કહ્યું હતું.જે બાદ રાત્રીનાં સમયે બાળકીની તબિયત વધુ લથડતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યા બાળકીને સારવાર આપવા હાજર ડોક્ટર અને નર્સ દ્વારા બેદરકારી દાખવતા બાળકીને યોગ્ય સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.

બાળકીનાં મૃત્યુ બાદ જામગનરમાં બાળકીનું PM કરવાની માંગણી સાથે પરિવારજનોએ મોત પાછળ ડોક્ટર્સ અને નર્સ જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ જામનગર મેડીકલ કોલેજની ટીમ દ્વારા આ સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ માટે કમિટિની રચના કરી હતી. જે તપાસને અંતે બાળકીના મોત માટે ડોક્ટરો અને નર્સો જવાબદાર હોવાનુ સામે આવ્યુ હતુ. આ રીપોર્ટના આધારે કમલાબાગ પોલીસે મૃતક બાળકીના પિતાની ફરિયાદ લીધી હતી. આ કેસના બંન્ને આરોપી ડોક્ટર અને એક નર્સની અટકાયત કરવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published: February 9, 2018, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading