પોરબંદરઃપક્ષીઓનો શિકાર કરતા 9 જણાને ઝડપી લેવાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 10:53 AM IST
પોરબંદરઃપક્ષીઓનો શિકાર કરતા 9 જણાને ઝડપી લેવાયા
પોરબંદરઃપોરબંદરથી 20 કિલોમીટર દૂર આવેલા મોકરસાગરના જળપ્લાવિત વિસ્તારમા માચ્છીમારી ઉપર પ્રતિબધં છે. છતાં મચ્છી પકડવાના સ્વાગમાં પક્ષીઓનો શિકાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વનવિભાગે વોચ ગોઠવી ૮ જેટલા શખ્સોને પક્ષીઓનો શિકાર કરતા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 10:53 AM IST
પોરબંદરઃપોરબંદરથી 20 કિલોમીટર દૂર આવેલા મોકરસાગરના જળપ્લાવિત વિસ્તારમા માછીમારી ઉપર પ્રતિબંધ છે. છતાં મચ્છી પકડવાના સ્વાગમાં પક્ષીઓનો શિકાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વનવિભાગે વોચ ગોઠવી ૮ જેટલા શખ્સોને પક્ષીઓનો શિકાર કરતા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના મોકરસાગરના જળપ્લાવિત વિસ્તારમાં શિયાળા દરમિયાન હજારો કુંજ અને કરકરા સહિતના વિદેશી પક્ષીઓ કીલોલ કરીને વિહરતા હોય છે.આ વિસ્તારમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આમ છતા આ વિસ્તારમાં પક્ષીઓના શિકાર માટેની ટોળકી પણ સક્રિય બની હોવાની વનવિભાગને ચોક્કસ બાતમી મળતા પોરબંદર રાણાવાવ સહિતના

વનવિભાગના અધિકારીઓની ટીમે ગત મોડીરાત્રીના વોચ ગોઠવી જળપ્લાવિત વિસ્તારમાં કોમ્બીંગ કરતા મોડી રાત્રીના ત્રણ ફોરવ્હીલરમાં કેટલાક શખ્સો માચ્છીમારના સ્વાંગમાં પતંગમાં જાળ બાંધીને પક્ષીઓને ફસાવવાની કોશીષ કરતા જોવા મળ્યા હતા.

વનવિભાગ દ્વારા પકડી પાડવામાં આવેલ શિકારીઓમાં 3 શખ્સો પોરબંદરના ગોસા ગામના રહેવાસી છે જ્યારે અન્ય 5 શખ્સો દેવભૂમી દ્વારકાના રહેવાસી હોવાનુ જાણવા મળેલ છે.


 
First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर