NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે મારામારીની વધુ એક ફરિયાદ

મારામારી- લૂંટફાટને લઈને ચર્ચામાં આવેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરી એક મારામારીની ફરિયાદ નોંધાઈ છે.

મારામારી- લૂંટફાટને લઈને ચર્ચામાં આવેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરી એક મારામારીની ફરિયાદ નોંધાઈ છે.

  • Share this:
પોરબંદરઃ મારામારી- લૂંટફાટને લઈને ચર્ચામાં આવેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરી એક મારામારીની ફરિયાદ નોંધાઈ છે. રાણવાવ પોલીસની ટીમ બનાવી કાંધલની શોધખોળ કરી રહી છે. જાડેજા પરિવારે આ ફરિયાદને એક કાવતરુ માને છે.

એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાથે મારામારીના કેસમાં હજુ જામીન મળ્યા જ છે ત્યાં પોલીસ કાંધલને મારામારીના કેસમાં શોધી રહી છે. સામત ઓડેદરાના પુત્રએ કાંધલ સામે તોડફોડ અને મારામારીની ફરિયાદ કરી છે. પેટ્રોલપંપ પર તોડફોડના મામલામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાંધલ સહિતન 9 શખ્સો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો લગાવી છે. કાંધલને પકડવા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સમગ્ર મામલે કાંધલ જાડેજા પરિવારના મોભી હીરલબા જાડેજાએ આ ફરિયાદને એક રાજકીય કાવતરૂ ગણાવ્યું છે. પોલીસને હાથો બનાવીને ફરિયાદ નોંધવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં થયેલી બબાલને લઈને આ કેસના સામત ઓડેદરા સહિતના 6 આરોપીઓ હાલમાં જેલમાં બંધ છે, જ્યારે ધારાસભ્ય કાંધલ જાડેજાને ગાંધીનગર શપથવિધીમાં જવાનું હોય તેને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ ફરી એકવાર કાંધલ વિરુદ્ધ ફરિયાદ નોંધતા ભારે ચર્ચાઓ જાગી છે.
First published: