પોરબંદરઃકુખ્યાત ભીમા દુલા પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 5:40 PM IST

પોરબંદરઃપોરબંદરના કુખ્યાત ભીમા દુલા ઓડેદરા પર આજે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરાતા ચકચાર મચી જવા પામી છે.આદિત્યાણામાં આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે લગ્ન પ્રસંગે પરિવાર સાથે ગયેલ ભીમા દુલા જ્યારે પરત ફરી રહ્યા હોય ત્યારે બે શખ્સો દ્વારા તેમના પર નજીકથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ભીમા દુલાને એક ગોળી વાગતા તેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ અને ત્યાર બાદ રાજકોટ રિફર કરાયા છે.રાણાવાવ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશન દુલા કે જેઓ ભીમા દુલાના નાનાભાઈ છે

નોધનીય છે કે,પોરબંદરના મેર અગ્રણી મુરુ મોઢવાડીયા હત્યામાં પણ ભીમા દુલા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ લાબી કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ આ કેસમાં નિર્દોષ છુટ્યા હતા તો આ સિવાય પણ ભીમા દુલા પર હત્યા સહિતના અનેક ગુનાઓ પોલીસ ચોપ઼ડે નોંધાયેલ છે.આ ફાયરિંગ થવા પાછળનુ પ્રાથમિક કારણમાં 2004માં આદિત્યાણામાં બે મુસ્લીમ શખ્સોની હત્યા ભીમા દુલા દ્વારા કરવામાં આવી હોવાથી તેની અદાવતમાં પણ આ ફાયરિંગ થયાની શંકા સેવાઈ રહી છે.First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर