NCP ધારાસભ્ય કાંધલ જાડેજાના જામીન નામંજૂર, રહેવું પડશે જેલમાં

પોલીસે આ તમામ આરોપીઓ માટે કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી...

પોલીસે આ તમામ આરોપીઓ માટે કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી...

  • Share this:
પોરબંદર રાણવાવ પોલીસ સ્ટેશનમાં મારામારી મામલે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 10 આરોપીઓના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે ધારસબ્ય સહિત 10 લોકોએ જેલમાં જ રહેવું પડશે.

મળતી માહિતી મુજબ, રામાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારી મામલે આજે કોર્ટમાં સુનાવણી હતી, જેમાં કોર્ટે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા, સામત ગોગન સહિત 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓ માટે કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. સામે કાંધલ જાડેજાના વકિલે જામીન માટે અરજી કરી હતી. કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા કાંધલ જાડેજા સહિત તમામ 10 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે.

શું હતો મામલો?

પોરબંદર જિલ્લો જેટલો મહાત્મા ગાધીના જન્મસ્થળ તરીકે વિશ્વ વિખ્યાત છે તેટલો વળવો ઈતિહાસ અહીંની ગુડાગીરી અને માફીયાગીરીનો પણ રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીના મનદુખમા બબાલ થવાની ઘટનાઓ બનતી હોય છે. પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે કુતિયાણાના ધારાસભ્ય કાધંલ જાડેજા અને રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરા વચ્ચે ઘર્ષણ અને મારામારીનો બનાવ બનતા સમગ્ર જિલ્લામા ભારે ચકચાર મચી જવા પામી હતી.

કાધંલ જાડેજા અને સામત ઓડેદરા બંને દબંગો વચ્ચે ચૂંટણીલક્ષી મનદુખના કારણે બબાલ થઇ હતી જેમા કાધંલ જાડેજા તેમના ભાઈ કરણ અને કાના જાડેજા સહિતના શખ્સો અને સામત ગોગન ઓડેદરા વચ્ચે પોલીસ સ્ટેશનની અંદર જ બબાલ અને મારામારી થઈ હતી જેમા પીએસઓ અને પોલીસ સ્ટેશનને પણ નુકસાન પહોંચ્યુ હતુ.

આ ઘટનાને પગલે સવારથી જ જિલ્લા પોલીસ વડા સહિતનો તમામ પોલીસ કાફલો રાણાવાવ ખાતે દોડી આવ્યો હતો તો સાથે જ આ ઘટનાને લઇને રેન્જ આઇજી પણ રાણાવાવ દોડી આવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં કાધંલ જાડેજાના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઇ ગયા હતા. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસ સ્ટેશન આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસવડા શોભા ભુતડાએ એવુ જણાવ્યુ હતુ કે, ધારાસભ્ય કાધંલ જાડેજા તેમના ભાઈઓ સહિતના લોકો વિરુદ્ધ અને સામત ગોગન ઓડેદરા વિરુદ્ધ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોડવા સહિત આરોપોને કારણે રાયોટીગ સહિતની કલમો હેઠળ ગુનો નોધવામા આવ્યો છે જેમા આરોપી કાધંલ જાડેજા અને સામત ઓડેદરાની અટકાયત કરી લેવામા આવી છે જ્યારે આ કામના અન્ય આરોપી કરણ અને કાના જાડેજાને ઝડપી પાડવા પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો.
First published: