સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે 50 હજાર જેટલા માછીમારો બોટમાં જ ક્વૉરન્ટાઇન, પરિવારોની હાલત કફોડી

News18 Gujarati
Updated: April 2, 2020, 8:26 AM IST
સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે 50 હજાર જેટલા માછીમારો બોટમાં જ ક્વૉરન્ટાઇન, પરિવારોની હાલત કફોડી
કોરોનાને કારણે સોરાષ્ટ્રના હજારો માછીમાર પરિવારો બેકારની સાથે બેહાલ બન્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

માછીમારી બંધ થઇ જતા આશરે પાંચ હજાર કરોડથી વધુ નુકશાન આ ઉદ્યોગને થયાનું આગેવાનો જણાવી રહ્યાં છે.

  • Share this:
પોરબંદર : કોરોનાવાયરસનાં  (coronavirus) કારણે સૌરાષ્ટ્રનાં (Saurashtra) આશરે 50 હજાર માછીમારો (fishermen) માંગરોળ, વેરાવળ, પોરબંદર અને ઓખા સુધીના કિનારા પર બોટમાં જ ક્વૉરન્ટાઇન (quarantine) છે. આ માછીમારો પોતાના પરિવારોને મળી નથી શકતા અને તેમની આવક પણ બંધ છે. મળતી માહિતી પ્રમાણે, માછીમારી બંધ થઇ જતા આશરે પાંચ હજાર કરોડથી વધુ નુકશાન આ ઉદ્યોગને થયાનું આગેવાનો જણાવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાં હાલ માંગરોળમાં આશરે 9 હજાર, પોરબંદરમાં 10 હજાર, વેરાવળમાં 15 હજાર અને ઓખાની આસપાસ આશરે 15 હજાર માછીમારો હાલ કિનારા પરની બોટમાં જ ક્વૉરન્ટાઇન છે. આ લોકોની તમામ વ્યવસ્થા બોટ માલિકો દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે માંગરોળમાં આશરે 800 , પોરબંદરમાં 2500 , વેરાવળમાં 2500 અને ઓખામાં પણ 2500 જેટલી બોટ હાલ કિનારા પર છે. જેમાં 50 હજારથી વધુ માછીમારો ક્વૉરન્ટાઇન છે.

આ પણ વાંચો - અમદાવાદ : ઝાડ પર લટકીને 50 વર્ષનાં વ્યક્તિનો આપઘાત, કોરોના હોવાની ચર્ચા

આ કપરી પરિસ્થિતિ અંગે ઓલ ઈન્ડિયા ફિશરમેન એસોસિએશનનાં પ્રમુખનાં જણાવ્યાં મુજબ, કોરોના વાયરસની આ સ્થિતિમાં માછીમારોની હાલત સૌથી ખરાબ છે. હજારો માછીમાર પરિવારો બેકારીમાં જીવી રહ્યાં છે. ફિશીંગ માટે ગયેલા માછીમારો કિનારે આવીને અટવાયા છે જેથી તેમના પરિવારોને બે ટંક ખાવાનાં સાંસા પડી રહયા છે. ફિશીંગમાં ગયેલી બોટને વહીવટી તંત્રએ પરત બોલાવી લેવા આદેશ કરતા બોટ સાથે માછીમારો પરત તો આવી ગયા છે પણ તેમને કિનારે જ અટકાવી દેવામાં આવ્યા છે. બોટમાં જ કવૉરન્ટાઈન કરાયા છે કારણ કે તેમના પરિવાર પર કોઈ જોખમ ઉભુ ન થાય.

આ પણ જુઓ - 
First published: April 2, 2020, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading