પોરબંદર : અચાનક વાનમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ

News18 Gujarati
Updated: June 17, 2019, 10:52 AM IST
પોરબંદર : અચાનક વાનમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ
વાનમાં આગ લાગતા તે બળીને ખાખ થઇ ગઇ હતી

ફાયર બ્રિગેડની ટીમે હાલ વાનની આગને કાબૂમાં લઇ લીધી છે.

  • Share this:
પ્રતીશ શીલુ , પોરબંદર : રાજ્યમાં વાહનોમાં આગ લાગવાનાં બનાવો જાણે વધી રહ્યાં હોય તેમ દુર્ઘટનાઓ સામે આવી રહી છે. પોરબંદરમાં છાયા ચોકી પેટ્રોલ પંપ નજીક મારુતિ વાનમાં અચાનક આગ લાગતા ચકચાર મચી ગઇ છે. વાનમાં આગ લાગતા તે બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમે હાલ વાનની આગને કાબૂમાં લઇ લીધી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરની છાયા ચોકી પેટ્રોલ પંપ નજીક મારૂતિ વાનમાં એકાએક આગ લાગી હતી. જોકે થોડા જ સમયમાં ફાયર બ્રિગેડની ગાડી જઇને આગ પર કાબુ લેવામાં આવ્યો હતો.

જુઓ : VIDEO: સુરતના વિદ્યાર્થીએ બનાવ્યું 'આગ' અને 'ગેસ લીકેજ'ની માહિતી આપતું ડિવાઇસ

આ વાનમાં બેઠેલા ચાલકનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આગની ઘટનાનાં સમાચાર વાયુવેગે પ્રસરતા આ જોવા માટે આસપાસથી પણ લોકોનાં ટોળેટોળા આવી ગયા હતાં.

વાનમાં આગ લાગતા તે બળીને ખાખ થઇ ગઇ હતી


કચ્છમાં વાનમાં આગ લાગતા 3 બાળકો ભૂંજાયા હતાંથોડા દિવસ પહેલા કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સીએનજી વાનમાં અચાનક આગ લાગી ગઇ હતી. જેના કારણે વાનમાં સવાર એક જ પરિવારનાં ત્રણ બાળકોનાં બળી જવાથી મોત નિપજ્યા હતાં. ત્યાં જ ચાર અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છનાં નખત્રાણા અરલ ફાટક નજીક એક સીએનજી વાનમાં અચાનક આગ લાગી ગઇ હતી. ગેસથી દોડતી વાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ આગથી ત્રણ બાળકો બચી શક્યા ન હતા. અને આગમાં દાજી ઝવાને કારણે ત્રણે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
First published: June 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading