150મી ગાંધી જયંતિઃ પોરબંદરમાં CMની ઉપસ્થિતિમાં પ્રાર્થના, સાબરમતીમાં ભજન કાર્યક્રમ

News18 Gujarati
Updated: October 1, 2018, 11:21 PM IST
150મી ગાંધી જયંતિઃ પોરબંદરમાં CMની ઉપસ્થિતિમાં પ્રાર્થના, સાબરમતીમાં ભજન કાર્યક્રમ
રાજ્યમાં 150મી ગાંધી જયંતિની ઉજવણી પોરબંદર ખાતેથી કરવામાં આવશે. અહીં સ્થિત કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે

રાજ્યમાં 150મી ગાંધી જયંતિની ઉજવણી પોરબંદર ખાતેથી કરવામાં આવશે. અહીં સ્થિત કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે

  • Share this:
રાજ્યમાં 150મી ગાંધી જયંતિની ઉજવણી પોરબંદર ખાતેથી કરવામાં આવશે. અહીં સ્થિત કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ સિવાય માનવ સાંકળથી ગાંધીજીની પ્રતિકૃતિ રચી રેકોર્ડ સર્જાશે. ત્યારબાદ અમદાવાદમાં ખાદી ખરીદીને ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિમાં સહભાગી થશે. તથા છેલ્લે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમમાં સાંજે ભવનાવલિ અર્પણ કરાશે.

અહીં ક્લિક કરી વાંચો....ગાંધીજીના વડવાઓ વ્યવસાયે કરતાં કરિયાણાનો ધંધો, બાપુની યાદો તસવીરોમાં

રાજ્યમાં ગાંધી જયંતિની ઉજવણીની વાત કરીએ તો વિજયભાઇ રૂપાણી પોરબંદરના કિર્તીમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી મહાત્માને ગાંધીજીને ભાવાંજલિ આપશે. પોરબંદરમાં 150મી ગાંધી જન્મજયંતિ નિમિત્તે અનોખી ઉજવણી કરવા માટે માનવ સાંકળ રચીને બાપૂની પ્રતિકૃતિ નિર્માણ કરાશે, જેનું નિરિક્ષણ વિજયભાઇ રૂપાણી નિરીક્ષણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દર વર્ષે ગાંધીજ્યંતિ ર-ઓકટોબરે ખાદી ખરીદી અભિયાનથી ગરીબ ગ્રામીણ પરિવારોના ઘરમાં આર્થિક ઊજાસ પાથરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, આ અભિગમને મુખ્યમંત્રી રૂપાણી આગળ ધપાવશે અને બપોરે ૪ વાગ્યે અમદાવાદમાં આશ્રમ રોડ પરના ગ્રામશિલ્પથી ખાદીની ખરીદી કરશે. વિજયભાઇ રૂપાણી સાંજે પાંચ વાગ્યે વાડજ સર્કલ પાસે રૂ. ૧૯ કરોડના ખર્ચે નવા નિર્માણ થનારા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ભવન તેમજ ખાદી મ્યૂઝિયમનો શિલાન્યાસ પણ કરવાના છે.

અહીં ક્લિક કરી વાંચો.... ગાંધીજીની એક સમાધી ગુજરાતમાં પણ છે!

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જન્મજ્યંતિએ આદરાંજલિ અર્પણ કરવા મંગળવારે સાંજે ૬-૩૦ વાગ્યે સાબરમતી આશ્રમના હ્રદયકુંજમાં પૂ. બાપૂને પ્રિય ભજનો આશ્રમ ભજનાવલિ કાર્યક્રમમાં પ્રસ્તુત થવાના છે.રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીજી સાથે મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને પૂજ્ય બાપૂની ભાવસભર વંદના કરશે.
First published: October 1, 2018, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading