'મહા'નું સંકટ ટળ્યું, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડું

News18 Gujarati
Updated: November 6, 2019, 2:11 PM IST
'મહા'નું સંકટ ટળ્યું, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડું
સૌરાષ્ટ્રનાં તટીય વિસ્તારમાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ નહીં થાય

આજે આ વાવાઝોડાને કારણે જૂનાગઢ, દીવ, ગીરસોમનાથ, અમરેલી, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : અરબી સમુદ્રમાં (Arabian sea) બનેલુ 'મહા' વાવઝોડું (Maha Cyclone) ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આ અંગે એક રાહતનાં સમાચાર આવી રહ્યાં છે. જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રનાં (Saurastra) દરિયાકિનારે (Sea Coast) ત્રાટકશે નહીં.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, 7મીએ સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાશે નહીં. હાલ વાવાઝોડું 21 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ પહેલા આગાહી કરવામાં આવી હતી કે 'મહા' વાવાઝોડું દીવથી (Diu) પોરબંદર (Porbandar) વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાશે પરંતુ હવે આમા રાહત મળી છે. આવતીકાલે એટલે સાતમી તારીખે આ વાવાઝોડું દીવથી 40 કિ.મી. દૂર દક્ષિણમાં જ આવશે. જે બાદ સાંજે જ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થશે. જેના કારણે સૌરાષ્ટ્રનાં તટીય વિસ્તારમાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ નહીં થાય પરંતુ મધ્યમ વરસાદ વરસશે.

આ પણ વાંચો : 'મહા' વાવાઝોડું પોરબંદરથી માત્ર 480 કિ.મી. દૂર, જાણો બે દિવસમાં ક્યાં અને શું અસર થશે

આજે આ વાવાઝોડાને કારણે જૂનાગઢ, દીવ, ગીરસોમનાથ, અમરેલી, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે સૌરાષ્ટ્રનાં તટીય વિસ્તાર ઉપરાંત સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ જુઓ : VIDEO: 'મહા' વાવાઝોડાના પગલે દીવનો નાગવા બીચ ખાલી કરાયો

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને લીધે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે બે દિવસ મહા વાવાઝોડાની અસર દેખાશે. ત્યારે તા.6 થી 7 તારીખ દરમિયાન દ્વારકા સહિતના દરિયાકાંઠના વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડુ આવે તેની સંભવિત અસરના પગલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આજથી બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर