પોરબંદર: પેટ્રોલ પંપ પર ચાકુની અણીએ રોકડની લૂંટ, CCTVમાં કેદ

 • Share this:
  પોરબંદર: દિવસેને દિવસે ચોરી, લૂંટ અને મર્ડરની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત લૂંટારૂઓએ ચાકુની અણીએ લૂંટ ચલાવી છે.

  પોરબંદરના બિર્લા રોડ પાસે આવેલા પેટ્રોલ પંપ બુકાનીધારી શખ્સોએ છરીની અણીએ રૂપિયા 22 હજાર 500ની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે પેટ્રોલ પંપના કર્મચારીઓએ તેનો પીછો કરવાની કોશીશ કરી હતી. પરંતુ તેઓ સફળ રહ્યાં ન હતા. જો કે  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ તો આ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાવવામાં આવ્યો છે.  પોલીસે લૂંટનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે.
  Published by:Nisha Kachhadiya
  First published: