જખૌ નજીક દરીયામાં બોટમા બ્લાસ્ટ,3 ખલાસીઓના મોત

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 5:33 PM IST
જખૌ નજીક દરીયામાં બોટમા બ્લાસ્ટ,3 ખલાસીઓના મોત
પોરબંદરઃજખૌ નજકના દરીયામાં ફીશીંગ કરતી બાહુબલી નામની બોટમા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બ્લાસ્ટના કારણે 3 ખલાસીઓના મોત નીપજ્યા છે.બોટમા સવાર 7 માછીમારોમાથી 3ના મોત, 3 લાપતા થયા છે.1 ટંડેલનો બચાવ થયો છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 5:33 PM IST
પોરબંદરઃજખૌ નજકના દરીયામાં ફીશીંગ કરતી બાહુબલી નામની બોટમા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બ્લાસ્ટના કારણે 3 ખલાસીઓના મોત નીપજ્યા છે.બોટમા સવાર 7 માછીમારોમાથી 3ના મોત, 3 લાપતા થયા છે.1 ટંડેલનો બચાવ થયો છે.
બોટની એન્જીનની ટાંકીમાં અકસ્માતે બ્લાસ્ટ થયો હતો.બોટ માંગરોળની હોવાનુ સામે આવ્યું છે.ખલાસીઓના મૃતદેહને પીએમ માટે ઓખા લવાયા છે. જો કે પાકિસ્તાન દ્વારા હુમલામાં બોટમાં પ્લાસ્ટ થયાની અફવાઓ સામે આવી હતી.પરંતુ સળગેલ બોટ માલિક મનોજભાઈ ગોસિયાએ ખુલાસો કરતા કહ્યુ છે કેબોટમાં આગ રસોઇ બનાવ્યા બાદ મોડેથી આગ લાગી છે.પાકિસ્તાન તરફથી હુમલાની ખોટી અફવા છે.

જખૌ નજીક માંગરોળની બાહુ બલી આઈ.એન.ડી. ગુજરાત 11 એમ.એમ. 13040 નંબરની ફિશીગબોટ તા 5 જાન્યુઆરી ના રોજ ઓખા બંદર થી માછીમારી કરવા માટે અરબી સમુદ્રમાં ગઈ હતી. એક ટંડેલ અને છ માછીમારો એમ કુલ સાત લોકો બોટમાં સવાર હતા.ગઈ કાલે મોડી રાત્રીના રસોઈ બનાવ્યા બાદ જમીને માછીમારો આરામ કરતા હતા ત્યારે રસોઈના ચૂલામાંથી અચાનક આગ લાગતા આગ બોટમાં સ્ટોર કરવામાં આવેલા ડીઝલના બેરલો સુધી પહોંચી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,જે માંથી બચવું મુશ્કેલ જણાતા તમામ સાતે માછીમારો સમુદ્રમાં કુદી પડ્યા હતા,

જેમાં બાહુબલી બોટનો ટંડેલ સાદુર બાંધેલાને અન્ય બોટ બચાવી શકી હતી,જયારે ત્રણ માછીમારો ડુબી જવાથી મોતને ભેટ્યા હતા,તેમજ અન્ય ત્રણ માછીમારો હજુ સુધી લાપતા છે.ઘટનાની જાણ થતા અન્યો 100 થી 200 માછીમારી બોટો દ્વારા ડુબી ગયેલા માછીમારોની શોધખોળ આરંભી હતી.મૃત માછીમારોને પોસ્ટ મોર્ટમ માટે દ્વારકાના સરકારી દવાખાને ખસેડાયા હતા.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर