પોરબંદર : 'મારી પાસે કોરોનાની દવા છે, સરકારને આ દવા હું મફતમાં આપીશ, સરકાર મને કોરોનાના ઇન્જેક્શન આપે અને પછી મારી બનાવેલી દવાથી મારા પર પ્રયોગ કરે જો એ દવા સાર્થક સાબિત થાય તો લોકોને મફતમાં આપવામાં આવે. પણ મારી એક શરત છે. હું આ દવા સરકારને એક શરતે આપીશ. સરકાર જો મારી શરત માને અને સંસદમાં ખરડો પસાર થાય તો જ દવા આપીશ' આ શબ્દો છે virl Videoમાં કોરોનાની દવા શોધવાનો દવા કરનાર પોરબંદરના શખ્સ રાજુ કેશવાલાના
પોરબંદરના વિસાવાડાના આ શખ્સની વાયરલ વીડિયો બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. હકિકતમાં રાજુએ એક વીડિયો તૈયાર કરી અને પોતાની પાસે કોરોનાની દવા હોવાનો દાવો કર્યો હતો અને આ દવા તે સરકારને આપવાનો દાવો કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે સરકાર મારી શરત માને તો દેશને અને વિદેશને આ દવા આપીશ.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના ફેલાતો અટકાવા AMCએ મોટો નિર્ણય લીધો, નિયમો તોડનારને 50,000 રૂ. સુધીનો દંડ
આ મામલે પોલીસે 5 મિનિટ અને 46 સેકન્ડનો વીડિયો તૈયાર કરી અને વાયરલ કરનાર શખ્સની ધરપકડ કરી છે. આ કિસ્સો તમામ લોકો માટે ચેતવણીરૂપ છે જે કોરોના વાયરસ વિશે જાત જાતની વાતો સોશિયલ મીડિયામાં પ્રસરાવે છે. પોલીસ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા લોકો પર બાજ નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો : સુરત : લૉકડાઉનમાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા, માતાનો વિલાપ 'મારા જીગરનો ટૂકડો લઈ લીધો'
સસ્તી પ્રસિદ્ધી માટે કર્યુ
જોકે, સૂત્રોના મતે આ યુવાનની માનસિક સ્થિતિ પણ ઠીક ન હોય તો નવાઈ નહીં. યુવાનની પોલીસે આકરી પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યુ હતું કે તેની પાસે કોરોનાની આવી કોઈ દવા નથી. તેણે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે આ મામલે તેની સામે આઈપીસીની કલમ 188, જીપી એક્ટની કલમ 139, તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ મુજબ ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
Published by:News18 Gujarati
First published:April 29, 2020, 15:24 pm