ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઈકોર્ટે આપી રાહત, ધરપકડ સામે આપ્યો વચગાળાનો સ્ટે

  • Share this:
પોરબંદર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત વિવાદમાં રહ્યાં છે. ત્યારે પેટ્રોલ પંપ પર મારામારીના કેસ મામલે હાઈકોર્ટે કાંધલ જાડેજાને રાહત આપી છે. હાઈકોર્ટે કાંધલ જાડેજાની ધરપકડ સામે વચગાળાનો સ્ટે આપ્યો છે.

કાંધલ જાડેજાએ હાઈકોર્ટના જસ્ટીસના નિવાસ સ્થાને જઈને રજુઆત કરી હતી. કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી કરી છે. ત્યારે હાઈકોર્ટ ધરપકડ સામે વચગાળોને સ્ટે આપ્યો છે.

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સામત ઓડેદરાના પેટ્રોલપંપ પર તોડફોડ કરી હતી. ધારાસભ્ય કાંધલ જાડેજાએ પેટ્રોલપંપ પર કરેલી તોડફોડ મામલે સામત ઓડેદરાના પુત્રએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. જો કે તોડફોડની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
First published: