રાજ્યના વાતાવરણમાં પલટો, માંડવીમાં સાડા છ ઈંચ જ્યારે રાણાવાવમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો

News18 Gujarati
Updated: June 21, 2020, 2:16 PM IST
રાજ્યના વાતાવરણમાં પલટો, માંડવીમાં સાડા છ ઈંચ જ્યારે રાણાવાવમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો
કચ્છમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માંડવીમાં પણ સડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

કચ્છમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માંડવીમાં પણ સડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • Share this:
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદનું આગમન થયું હતું, વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી હતી. સુરત, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 1થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાણાવાવમાં  5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સાડા ચાર ઇંચ જ્યારે કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કરાણે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ દ્વારકામાં પણ વરસાદ વરસતા રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. તેમજ દરિયામાં કરંટ સાથે 10 ફૂટ ઉંચા મોઝા જોવા મળ્યા હતા. આ સાથે કચ્છમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માંડવીમાં પણ સડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ

આ સાથે આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધીમી ધારે પરંતુ સતત વરસાદ વરસી રહ્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લાના માંડવીના કરંજ, હરિયાલ, મોલવણમાં પણ વરસાદ થયો હતો. જોકે વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.દ્વારકામાં પણ કલ્યાણગઢ, ખંભાળિયા અને ભાણવડમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદ થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ ખંભાળિયા તેમજ આસપાસ વિસ્તારોમાં 1થી 2 ઇંચ અને કલ્યાણપુર તાલુકામાં દોઢથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કુતિયાણામાં 69 એમએમ, પોરબંદર 115 એમએમ અને રાણાવાવમાં 119 એમએમ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો - ખોડલધામ મંદિર ખાતે યોજાઇ વર્ચ્યૂઅલ ઇવેન્ટ, અનેક લોકોએ કર્યા ઓનલાઇન યોગ

આ પણ જુઓ- 
23મીથી વરસાદનું જોર વધશે

રાષ્ટ્રના વાતાવરણમાં આજ સવારથી જ પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. પરંતુ હજુ અસહ્ય ગરમી યથાવત છે અને લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં એકથી સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે
First published: June 21, 2020, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading