ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ, માછીમારી ન કરવાના આદેશ

(પ્રતિકાત્મક તસવીર)

ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરિયલ સ્ટ્રાઇક બાદ ગુજરાતના દરિયાઇ કાઠાં પર એલર્ટ આપવામાં આવ્યું છે.

 • Share this:
  પ્રતીશ શીલુ, પોરબંદર: ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરિયલ સ્ટ્રાઇક બાદ ગુજરાતના દરિયાઇ કાંઠા પર એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય માછીમારોને વિશેષ એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. માછીમારોને જણાવવામાં આવ્યું છે કે મરીન કોસ્ટલ બોર્ડર પર માછીમારી કરવા ન જવું અને દરીયાઇ વિસ્તારમાં જો કોઇ શંકાસ્પદ હીલચાલ દેખાઇ તો કોસ્ટગાર્ડ કે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની તાકીદ કરવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોશિએશન દ્વારા પણ માછીમારોને રેડીયો અને ટેલીફોનીક માધ્યમ દ્વારા એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

  ભારતીય વાયુ સેના દ્વારા આજે વહેલી સવારે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને આતંકીઓને ઢેર કરી જવાન શહીદોનો બદલો લીધો છે. પાકિસ્તાન દ્વારા આ હુમલાને લઈને કોઈ વળતો પ્રહાર ન કરી શકે તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે તો સાથે જ ભારતીય માછીમારોને પણ કોસ્ટગાર્ડ દ્વારા એલર્ટ રહેવા સુચના અપાઈ છે. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને એવુ જણાવવામાં આવ્યુ છે કે,આઈએમબીએલ નજીક કોઈ પણ માછીમાર ફીશીંગ ન કરે અને કોઈ પણ શંકાસ્પદ હીલચાલ જણાઈ તો કોસ્ટગાર્ડને જણાવવામાં આવે.

  આ પણ વાંચો: સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના આ ઓપરેશન લગભગ 35થી 40 મિનિટ સુધી ચાલ્યું

  વલસાડ જિલ્લાનાં દરિયા કિનારા વિસ્તારો પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોનું દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલિંગ કડક રીતે કરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો: ભારતથી ઘબરાયું પાક, મસૂદ અઝહરને કર્યો અન્ય સ્થળે શિફ્ટ: સૂત્ર

  મહત્વનું છે કે કચ્છના બોર્ડર ઉપર પાકિસ્તાની ડ્રોન દેખાતા વાયુસેના દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છૂપાયેલા જૈશ-એ- મોહમ્મદનાં આતંકીઓ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેનાના મિરાઝ 2000 ફાઇટર વિમાનમાંથી જૈશના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. આઈએએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી ઠેકાણાઓ પર 1000 કિલોના બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલામાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. આ કાર્યવાહી બાદ ગુજરાતની બોર્ડ ઉપર સુરક્ષા વધારાઇ હતી.
  Published by:Kaushal Pancholi
  First published: