માછીમારોએ PMથી કરી મુલાકાત,પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા કરી અપીલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 8:26 PM IST
માછીમારોએ PMથી કરી મુલાકાત,પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા કરી અપીલ
માછીમારોના ડેલિગેશન દિલ્હી જઈ પીએમ મોદી અને વિદેશ પ્રધાન વિ.કે.સિંહ ને પણ મળ્યા હતા. તેમણે પાકિસ્તાન દ્વારા વારંવાર થતા અપહરણના મામલાને પણ ઝડપથી ઉકેલવા રજૂઆત કરી છે. તો સાથે જ માછીમારોએ વી.કે સિંહને રજૂઆત કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર આવશે તો જ ભારતના માછીમારોનું અપહરણ થવાનું બંધ થશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 8:26 PM IST
માછીમારોના ડેલિગેશન દિલ્હી જઈ પીએમ મોદી અને વિદેશ પ્રધાન વિ.કે.સિંહ ને પણ મળ્યા હતા. તેમણે પાકિસ્તાન દ્વારા વારંવાર થતા અપહરણના મામલાને પણ ઝડપથી ઉકેલવા રજૂઆત કરી છે. તો સાથે જ માછીમારોએ વી.કે સિંહને રજૂઆત કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર આવશે તો જ ભારતના માછીમારોનું અપહરણ થવાનું બંધ થશે.

machimar pm betak1

વારંવાર થતું અપહરણ રોકવા પાકિસ્તાનના ફિશરીંગ મંત્રીને માછિમારો મળી ને સમસ્યાનો અંત લાવવા માટે પણ એક અપીલ કરીને માંગ કરી કે એક ડેલિગેશન પાકિસ્તાન મોકલવાની પણ વાત કરી છે. જે માગણી માનતા સિંહે પણ ડેલિગેશનની વિગતો માંગી છે.

માછીમારોએ PMથી કરી મુલાકાત

PM મોદી અને વિદેશ પ્રધાન વી.કે. સિંહ સાથે કરી મુલાકાત
પાકિસ્તાન દ્વારા માછીમારોના કરાતા અપહરણ અંગે કરી ચર્ચા
PM મોદીએ માછીમારોને આપ્યું આશ્વાસન
ગુજરાતના માછીમારોના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ કરાશે
વિદેશ પ્રધાન વી.કે. સિંહે માછીમારોને આપ્યું આશ્વાસન
પાક. સાથે ચર્ચા કરી ગુજરાતના તમામ માછીમારોને મુક્ત કરાવાશે
ગુજરાતના માછીમારોની બોટોને પણ પરત લવાશે
માછીમારોએ ભારત-પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા કરી અપીલ
વી. કે. સિંહ સાથે ભારત-પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા કરાઇ અપીલ
વારંવાર માછીમારોનું અપહરણ ન કરાય તે માટે કરાઇ ચર્ચા
ગુજરાતના માછીમારોના ડેલિગેશને પાક જવાની ઇચ્છા વ્યક્ત કરી
પાક.ના ફિશરીંગ વિભાગના પ્રધાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી
વી. કે. સિંહે ગુજરાતની પાકિસ્તાન જનારા ડેલિગેશનને આપી મંજૂરી
વિદેશ મંત્રાલયને વહેલી તકે ડેલિગેશનની વિગતો આપવા આપી સૂચના
First published: April 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर