પોરબંદરનાં દરિયામાં જુઓ એક સાથે 50થી વધુ ડોલ્ફિનનો ઉડી મારતો VIDEO
પોરબંદરનાં દરિયામાં જુઓ એક સાથે 50થી વધુ ડોલ્ફિનનો ઉડી મારતો VIDEO
પોરબંદરનાં દરિયામાં જુઓ એક સાથે 50થી વધુ ડોલ્ફિનનો ઉડી મારતો VIDEO
Dolphin Dance Video: ડોલ્ફિન પાણીમાં શ્વાસ (Porbandar Sea) ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પોરબંદરનાં દરિાયમાં ડોલ્ફિનનાં (Dolphin Dance Video) એક જૂથનો શાનદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં ડોલ્ફિન ઉડી મારતી નજર આવે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ડોલ્ફિનનના સમુહનો એક અદભૂત વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાથે 50થી વધુ ડોલ્ફિન દરિયામાં ઉડી મારતી નજર આવે છે. આ વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો માછીમારે બોટમાંથી ઉતાર્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
વિદેશમાં લોકો ડોલ્ફિન ઉડી મારતાં જોવા માટે પૈસા ખર્ચતા હોય છે ત્યારે મધ દરિયે આવા નજારા અવાર નવાર બનતા હોય છે. ત્યારે માછીમારોને મફતમાં આ નજારો જોવા મળ્યો હતો. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમુહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે અંદાજીત બે મહિના પહેલાં સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળ્યું હતું. રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા.
સમગ્ર દેશમાં 100 વર્ષ બાદ ગુજરાતના જામનગરમાં જોવા મળ્યું આ અનોખું પક્ષી, જુઓ Video
ત્રણ બાજુ દરિયાકાંઠો ધરાવતો જામનગર (Jamnagar) જિલ્લો પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. ખાસ કરીને શિયાળા(Winter)ની ઋતુમાં મોટી સંખ્યામાં માઈગ્રેડ પક્ષી(Migrated bird)ઓ જામનગરના મહેમાન બને છે. જામનગરની આસપાસ આવેલા ખારા અને મીઠાં પાણીના તળાવને કારણે દરેક પ્રકારના પક્ષીઓ અહીં આવવાનું પસંદ કરે છે. આ પક્ષીઓ વિશે માહિતી મેળવવાં અને ફોટૉગ્રાફી કરવા માટે દેશ-વિદેશમાંથી પક્ષીવીદો પણ જામનગર આવે છે. ત્યારે જામનગરના બે યુવા પક્ષી પ્રેમીઓના કેમેરામાં એવુ પક્ષી કેદ થયું જે સમગ્ર ભારતમાં એકમાત્ર જામનગરમાં જોવા મળ્યું, એટલું જ઼ નહીં આ પક્ષી છેલ્લા 100 વર્ષમાં પહેલીવાર દેખાયું છે. આ પક્ષી મ્યુટ સ્વાન (Mute swan)તરીકે ઓળખાય છે જેને યુરોપિયન હંસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર