પોરબંદર - મોતની 'લીફ્ટ': 16 વર્ષીય તરૂણનું માથુ લીફ્ટમાં ફસાઈ જતા માથુ ધડથી અલગ થઈ ગયું, દર્દનાક મોત

પોરબંદરમાં લીફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત

નિશાંત વિનોદભાઈ મોરી નામનો 16 વર્ષિય યુવક માલસામાનની લીફ્ટમાં હતો તે સમયે અચાનક અકસ્માતે લીફ્ટમાં ફસાઈ ગયો હતો, આ દુર્ઘટનામાં યુવક ગળાના ભાગેથી ફસાઈ જતા, માથી ધડથી અલગ થઈ ગયું

 • Share this:
  પ્રતિશ શીલુ, પોરબંદર : લીફ્ટમાં ફસાઈ જવાથી અનેક વખત લોકોના કમોતે મોતની ઘટના બની ચુકી છે. ત્યારે ગઈકાલે પોરબંદરના વનાણા જીઆઈડીસી વિસ્તારમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક 16 વર્ષીય તરૂણ યુવકનું લીફ્ટમાં ફસાઈ જતા અકસ્માતે મોત નિપજ્યું છે. જોકે, આ મામલે યુવકના પરિવારે કોઈ ફરિયાદ નહીં નોંધાવવાનો નિર્ણય લીધો છે. પોલીસે હાલમાં જાણવા જોગ ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના વનાણા જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે એક 16 વર્ષીય તરૂણ યુવકનું લીફ્ટમાં ફસાઈને મોત થતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને યુવકનો પરિવાર ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. યુવકનુ માથુ લિફ્ટમાં ફસાઈ જતા, દર્દનાક રીતે સ્થળ પર મોત નિપજ્યું હતું. પોલીસે બોડી કબ્જે લઈ પોસ્ટ માર્ટમ માટે મોકલી આપી હતી.

  વિગતે ઘટનાની વાત કરીએ તો, વનાણા જીઆઈડીસીમાં શીવા ઓવરસીડ્સ પ્રા.લી. નામની બેકરીમાં તારીખ 21-9-2021ના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ નિશાંત વિનોદભાઈ મોરી નામનો 16 વર્ષિય યુવક માલસામાનની લીફ્ટમાં હતો તે સમયે અચાનક અકસ્માતે લીફ્ટમાં ફસાઈ ગયો હતો, આ દુર્ઘટનામાં યુવક ગળાના ભાગેથી ફસાઈ જતા, માથી ધડથી અલગ થઈ ગયું હતું, ફેક્ટરીમાં યુવકના લોહીથી ખાબોચીયા ભરાઈ ગયા હતા.

  પોલીસના જણાવ્યા અનુસાર, 16 વર્ષીય યુવક નિશાંત મોરી રહે. અમરદળ ગામ, તા.રાણાવાવ, જી.પોરબંદરનું લીફ્ટમાં અકસ્માતે માથુ આવી જતા, માથુ ધડથી અલગ થઈ ગયું હતું. આ મામલે યુવકના પરિવારે કોઈ ફરિયાદ આપવાનું ટાળ્યું છે. જે થવાનું હતું એ થઈ ગયું, અકસ્માતે દીકરાનું મોત થયું છે. જેથી કોઈ ફરિયાદ નથી આપવી. જણાવતા હાલ જાણવા જોગ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના થામાથી પૂર્વે 6 કિમી દુર વનાણા જીઆઈડીસીમાં શીવા ઓવરસીડ્સ પ્રા.લી. નામની બેકરીમાં બની હતી.

  આ પણ વાંચોપોરબંદર કરૂણ અકસ્માત: એક જ પરિવારના ચાર દીપક બુજાઈ ગયા, ચંદ્રાવાડિયા પરિવાર સહિત ગામ હિબકે ચઢ્યું

  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી હતી, જેમાં એક યુવક ફ્રૂટ્સની હોલસેલની દુકાનમાં માલ સામાન ઉપરના માળે ચઢાવી રહ્યો હતો, તે સમયે માલસામાન પહોંચાડવાની લીફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત થયું હતું. આ પહેલા એક મહિલા પણ આજ રીતે માલ સામાન ઉપર-નીચે લાવતી લિફ્ટમાં ફસાઈ જતા મોતને ભેટી હતી. આ પ્રકારે ફેક્ટરીઓમાં માલસામાન માટે ઉપયોગમાં લેવાતી લીફ્ટમાં અકસ્માતની એક વર્ષમાં આ ત્રીજી ઘટના સામે આવી છે.
  Published by:kiran mehta
  First published: