ખનીજ ચોરીમાં બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઇને રૂ.130કરોડનો દંડ

News18 Gujarati | News18 Gujarati
Updated: February 13, 2017, 7:24 PM IST
ખનીજ ચોરીમાં બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઇને રૂ.130કરોડનો દંડ
અમદાવાદ #પોરબંદરમાં ખનીજ ચોરીના મામલે હાઇકોર્ટે બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઇને દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે બાબુ બોખિરીયા અને તેના જૂથને રૂ.150 કરોડનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટમાં પોરબંદર જિલ્લા કલેક્ટરે સોગંદનામું રજૂ કર્યું છે. કેબિનેટ પ્રધાન બાબુ બોખિરીયા અને ભાગીદાર જૂથને પોરબંદર કલેક્ટરે 150 કરોડ ભરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટમાં પોરબંદર જિલ્લા કલેક્ટરે જવાબ રજૂ કર્યું છે.

  • Share this:

bokriya2
પોરબંદરના આદિત્યાણા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરી કરોડો રૂપિયાની ખનીજ ચોરીના મુદ્દા પર હાઈકોર્ટમાં પોરબંદર કલેક્ટરે જવાબ રજૂ કર્યો છે.જેમાં પોરબંદર કલેક્ટરની રજૂઆત છે કે, તેમણે બાબુબોખરિયા સાથે સંકળાયેલા નવ લોકોને રૂ. 150 કરોડનો દંડ ફટકાર્યો છે.જેમાં બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઈની કંપનીઓને પણ સમાવેશ થાય છે.આ કંપનીઓમાં મંગલ મિનરલ્સ અને આકાશ મિનરલ્સનો પણ સમાવેશ થાય છે.મહત્વનુ છે કે, પોરબંદરમાં ખનીજ ચોરીના કેસ સંદર્ભે વર્ષ 2013માં હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

mangukia

જેમાં અરજદારની રજૂઆત હતી કે, પોરબંદરના કલેક્ટરનો રિપોર્ટ છે કે, જિલ્લામાં મોટા પાયા પર ખાણ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે.તેમના રિપોર્ટ મુજબ અંદાજે રૂ. 750 કરોડની ખનીજ ચોરી થઈ છે.જેમાં રૂ. 240 કરોડની ખનીજ ચોરીના કેસ થયા છે અને તેમાં દંડ પણ થયા છે.જો કે આ આદેશ સામે કેન્દ્ર સરકાર સમક્ષ રિવિઝન અરજી કરવામાં આવી હતી. જેમાં રજૂઆત થઈ હતી કે તેમને રજૂઆત કરવાની તક મળી નથી.આ પછી કેન્દ્ર સરકારે પોરબંદર કલેક્ટરને આ અરજી ફરીથી સાંભળવામાં આવે.જેના પર વર્ષ 2015માં સુનાવણી પૂરી થઈ ચુકી છે.પરંતુ જવાબ રજૂ કરાયો ન હતો.

 પોરબંદર જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા

પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુ બોખીરીયાના જૂથ પરના દંડ મુદ્દે પોરબંદર જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી. જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ દ્વારા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે,આ કોઈ નવા કેસો નથી પરંતુ વર્ષ 2006માં જે તે વખતે જિલ્લાના ખાણ ખનીજ વિભાગ અને વહીવટીતંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ઝુંબેશના ભાગરુપે જે તપાસ કરવામાં આવી હતી.

જે મામલે પાઠવેલ નોટીસોના અનુંસઘાને જે તે વખતે કલેક્ટર દ્વારા જે હુકમો પાસ કરવામાં આવેલા હતા. તેમાના મોટા ભાગના કેસોમાં સરકારની રીવીઝનલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી. મોટા ભાગના કેસોમાં તપાસ કરીને નિર્ણય લેવા માટે રીમાઈન્ડ કરવામાં આવી હતી જે અનુસંધાને આશરે 15 કેસોમાં નિર્ણય લેવામાં આવ્યા છે. જે 12 કેસોમાં નિર્ણય જાહેર કરેલ છે તેમાં કુલ રુપિયા 171 કરોડનો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો છે.

આ 12 કેસોમાં બાબુ બોખીરીયા કે તેના પુત્ર કોઈ પણ રીતે સંકળાયેલ નથી તેવુ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. ઉલેખ્ખનીય છે કે,આ દંડમાં ભલે કેબિનેટ પ્રધાનના પુત્ર અને તેનુ નામ ન હોય પરંતુ તેમના જમાઈ અને કૌટુબિક સાળા ભીમા દુલાનુ પણ નામ છે.

First published: February 13, 2017, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading