નાના માછીમારો માટે હોડી એન્જિનની યોજના આશિર્વાદ બની

News18 Gujarati
Updated: June 28, 2019, 7:01 PM IST
નાના માછીમારો માટે હોડી એન્જિનની યોજના આશિર્વાદ બની
પ્રતિકાત્મક તસવીર

યોજનાનો લાભ મળતા જ દુર સુધીના સમુદ્રમાં કોઈપણ પ્રકારના ભય વગર માછીમારી કરવા જઈ શકુ છું.

  • Share this:
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવતા માછીમારોને મોટી રાહત થઈ છે. સરકારની આ યોજનાથી ઘણા નાના માછીમારોની રોજગારીમાં વધારો થયો છે, અને જીવન પમ સરળ બન્યું છે.

આ મુદ્દે વેરાવળના એક માછીમાર કિશોરભાઈ લોઢારીએ જણાવ્યું કે, સરકારે ખરેખર ખુબ જ સારુ કામ કરી રહી છે. નાના માછીમારો માટે સરકારે નાની હોડીઓના એંન્જિન માટેની યોજના શરૂ કરી છે જે અમારા માટે ખુબજ સારી છે. આ યોજનાનો લાભ મળતા જ દુર સુધીના સમુદ્રમાં કોઈપણ પ્રકારના ભય વગર માછીમારી કરવા જઈ શકુ છું.

લાભાર્થી કિશોરભાઈએ વધુમાં કહ્યું કે, આશરે ૧.૨૦ લાખની કિંમતનું એંન્જિન સબસીડીની રકમ બાદ કરી મને રૂા.૫૧૫૦૦માં આપવામાં આવ્યું હતું. અગાઉ હું અહીંના નજીકના દરિયામા માછીમારી કરવા માટે જતો હતો તે, સમયે મારી પાસે હોડીનું એંન્જિન ન હોવાના કારણે હું ખુબજ લાચાર હતો. લાખ રૂપિયા થી વધુની કિંમતનું એંન્જિન ખરીદવું મારા માટે અશક્ય હતું. હું નાની એંન્જિન વગરની હોળી લઈને નજીકના દરિયામાં માછીમારી કરવા માટે જતો હતો. હોડી હાંકવાનુ સાધન ફંટીની મદદથી દરિયા કિનારા નજીક માછીમારી કરવા માટે પણ ઘણો સમય લાગતો હતો. અને જો તેમાં પણ પવનની ગતિ વધુ હોય કે પછી દરિયામા સામાન્ય કરંટ હોય ત્યારે માછીમારી કરી શકાતી નથી.

તેમણે કહ્યું કે, હોડી માટેના એંન્જિનની યોજના અમલમાં મુકવામાં આવતા મારા ડોક્યુમેન્ટ જરૂરી આધાર-પુરાવા સાથે ફિશરીઝ કચેરીમાં રજુ કરવામાં આવતા થોડાક દિવસોમાં જ મને એંન્જિન આપવામાં આવ્યું હતું. આ એંન્જિનની મદદથી દરિયામાં દુર-દુર સુધી માછીમારી કરી શકાય છે. તેમજ ઈંધણની સારી એવરેજ આવતા ઓછા ખર્ચે દુરના દરિયામાં માછીમારી કરી શકાય છે અને વધુ આર્થિક લાભ મેળવી શકાય છે. હોડીના એંન્જિનની મદદથી બંદર માંથી હવે ગમે ત્યારે હોડી લઈ હું માછીમારી કરવા માટે દરિયામાં જાવ છું. ઓછા ઈંધણ અને ઓછા સમયમાં હવે દુર સુધી માછલી પકડવા સક્ષમ થયો છું. અગાઉ કરતા મને હવે હું સારા પ્રમાણમાં માછલીઓ સરળતાથી પકડુ છું. જેથી મારી આર્થિક આવકમાં પણ વધારો થયો છે. જ્યારે માછલીની સારી સિઝન હોય ત્યારે સારી આવક થાય છે.

આ હોળીના એંન્જિનની સહાય નાના માછીમારો માટે ખુબ ઉપયોગી નિવડી છે. સરકારની આ યોજનાથી બંદરમાં ઘણા માછીમારો આર્થિક પગભર થયા છે. જે લોકો પહેલા માછીમારી કરવા માટે લાચાર હતા તેઓ હવે સામેથી આવીને માછીમારી કરતા થયા છે. સરકાર દ્રારા નાના માછીમારોને હોડીના એંન્જિનની સહાય આપતા દુરના દરિયામાં જવા હિંમત કરી રહ્યા છે.
First published: June 28, 2019, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading