વસોયાને વસવસો, પોરબંદરમાં ભાજપના રમેશ ધડૂક જીત્યા

News18 Gujarati
Updated: May 23, 2019, 3:33 PM IST
વસોયાને વસવસો, પોરબંદરમાં ભાજપના રમેશ ધડૂક જીત્યા
પોરબંદર ગ્રાફિક્સ

પોરબંદર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો છે. આમ કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર થઇ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં એક પછી એક બેઠકો ઉપર ભાજપની જીત થતી જાય છે. સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, જુનાગઢ બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે પોરબંદર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો છે. આમ કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર થઇ છે.

ઉલ્લેખનીય છેકે 1991થી ભાજપનો ગઢ ગણાતી આ પોરબંદર બેઠક પર આ વખતે કોંગ્રેસે ધોરાજીનાં ધાસાસભ્ય લલિત વસોયાનો મેદાને ઉતાર્યા હતા. ભાજપે ઉદ્યોગપતિ રમેશ ધડૂકને તક આપી હતા. પોબંદર લોક સભા બેઠક રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાં વહેંચાયેલો છે. આ બેઠક પર કદાવર ખેડૂત અને લેઉઆ પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયા ચાલુ સાંસદ છે પણ તેઓ હાલ પથારીવશ છે.

આથી ભાજપે અન્ય પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસમાંથી સાસંદ તરીકે ચૂંટાયા હતા પણ 2013માં તેઓ ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં જીત્યા. 2014ની લોકસભામાં પણ તેઓ ભાજપમાંથી સાસંદ તરીકે ચૂંટાયા.

આ પણ વાંચોઃ-LIVE Lok Sabha Election Result 2019: સૌનો સાથ + સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત : PM મોદી

આ બેઠક હેઠળ પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ, ધોરાજી, જેતપુર, ગોડલ વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગોંડલ, જેતપુર, કેશોદ અને પોરબંદર બેઠકો જીતી હતી ત્યારે કોંગ્રેસે ધોરાજી, માણાવદર બેઠકો કબ્જે કરી હતી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી)એ કુતિયાણા બેઠક પર વિજય મેળવ્યો હતો.

પોરબંદર બેઠક પર કુલ 1660932 મતદારો છે. જેમાં 863973 પુરુષ મતદારો છે જ્યારે 797647 મહિલા મતદારો છે. સાત મતદારો થર્ડ જેન્ડર તરીકે પણ નોંધાયેલા છે.જાતિગત સમીકરણો જોઇએ તો આ બેઠક પર પટેલો (4.24 લાખ), કોળી (1.45 લાખ), અન્ય પછાત વર્ગો (2.54 લાખ), મુસ્લિમો (1..30 લાખ), મેર (1.35 લાખ અને દલિતોનાં 1.64 લાખ મતો છે. વર્ષોથી આ બેઠક પર પટેલ ઉમેદવાર જીતે છે. આ વખતે પણ બંને પાર્ટીએ પટેલ ઉમેદવારને જ ટિકીટ આપી છે. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક એનસીપીને ફાળવી હતી. એનસીપીનાં ઉમેદવાર કાંધલ જાડેજા વિઠ્ઠલ રાદડિયા સામે ચૂંટણી લડયા હતા અને હારી ગયા હતા.
First published: May 23, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading