'ઓખી': ગુજરાતમાં વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 2, 2017, 11:41 AM IST
'ઓખી': ગુજરાતમાં વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
માછીમારોએ ફિશરિઝ વિભાગ અને કોસ્ટ ગાર્ડે દરિયો ન ખેડવા પણ સુચના આપી છે.

માછીમારોએ ફિશરિઝ વિભાગ અને કોસ્ટ ગાર્ડે દરિયો ન ખેડવા પણ સુચના આપી છે.

  • Share this:
પોરબંદર: અરબ સાગર તરફ વધી રહેલા ઓખી તોફાનને પગલે કર્ણાટકના અનેક વિસ્તારોમાં શુક્રવારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તોફાન લક્ષદ્વીપ સુધી પહોંચી શકે છે. જેને પગલે ગુજરાતના પોરબંદર અને દ્વારકાના માછીમારોને આગામી 48 કલાક સુધી દરિયામાં ન જવાની સુચના ફિશરીઝ વિભાગે આપી છે. કેરળ પાસે સક્રિય થયેલી સિવીઅર સાઈક્લોનિક સ્ટ્રોમ સિસ્ટમની અસર 3 અને 4 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં પણ દેખાશે. આ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન તેની ઝડપ 110થી 120 પ્રતિકલાક રહી શકે છે.

ઓખી વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ પર થઈ છે જેના કારણે માછીમારોને પરત બોલાવવાના પરીપત્રો મોડીરાતે આપી દીધા હતાં. માછીમારોએ ફિશરિઝ વિભાગ અને કોસ્ટ ગાર્ડે દરિયો ન ખેડવા પણ સુચના આપી છે.

16 લોકોમાં મોત

કેરળ અને તમિલનાડુમાં ચક્રવાતી તોફાન ઓખીએ તબાહી મચાવી છે. બંને રાજ્યોમાં અત્યાર સુધી આ તોફાને 16થી વધુ લોકોનો ભોગ લીધો છે. 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા આ તોફાને દરિયાકાંઠાના વિસ્તારોને બાનમાં લઈ લીધા છે. બંને રાજ્યોમાં 200 માછીમારો સહિત 230 લોકો હજુ સુધી લાપતા છે. લાપતા લોકોના શોધખોળ અભિયાનમાં સાત જહાજ અને હેલિકોપ્ટર લાગ્યા છે. નેવી અને કોસ્ટગાર્ડની ટીમે શુક્રવારે 218 લોકોને બચાવી લીધા છે.

આ તરફ કોઝીકોડમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોની નાવ તોફાનના પગલે મધદરિયે જ ડગમગવા લાગી. જોકે, કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યૂ કરી તમામ માછીમારોને બચાવી લીધા હતા. તમિલનાડુમાં ચેન્નાઈ સહિત પાંચ જિલ્લામાં આ તોફાનના કારણે શાળા-કોલેજોમાં રજા આપી દેવાઈ છે.

ગુજરાતમાં પણ એલર્ટ- દરિયો ન ખેડવા માછીમારોને સૂચના
- 3, 4 ડિસેમ્બરે દ.ગુજરાતમાં પડી શકે છે વરસાદ
- વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના
- 110થી 120 પ્રતિકલાકની ઝડપે ત્રાટકી શકે છે વાવાઝોડુ
First published: December 2, 2017, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading