ગાંધીજીની જન્મસ્થળથી 500 જવાનો દિલ્હીના રાજઘાટ સુધી સાઇકલ યાત્રા પર રવાના

News18 Gujarati
Updated: September 7, 2019, 2:36 PM IST
ગાંધીજીની જન્મસ્થળથી 500 જવાનો દિલ્હીના રાજઘાટ સુધી સાઇકલ યાત્રા પર રવાના
જવાનોની સાઇકલ યાત્રા

BSF,CRPF,CISF,ITBP,SSB,NSG અને આસામ રાયફલના 500 જેટલા જવાનો 1300 કિલોમીટર સાઇકલ યાત્રા કરીને રાજઘાટ દિલ્હી પહોંચશે.

  • Share this:
પ્રતિશ શીલુ, પોરબંદર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે દેશની સુરક્ષા માટે સદા તત્પર રહેતી ઈન્ડિયન પેરા મિલિટરી ફોર્સના 500 જેટલા જવાનો દ્વારા પોરબંદરથી રાજઘાટ દિલ્હી સુધી સાઇકલ યાત્રાની શરુઆત કરી છે. ચાર રાજ્યોમાંથી પસાર થઈને 2જી ઓક્ટબર ગાંધીજીની જન્મ જયંતીના રોજ દિલ્હી પહોંચનાર આ સાઇકલ યાત્રાને કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી જી.ક્રિષ્ના રેડી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનમૂલ્યો અહિંસા-સ્વચ્છતાના સંદેશાને જન-જન સુધી પ્રસરાવવા સાથે જ ડ્રગ્સના દુષણ સામે યુવાનોને જાગૃત કરવાના ધ્યેય સાથે પ્રસ્થાન થનાર આ સાઇકલ યાત્રામાં BSF,CRPF,CISF,ITBP,SSB,NSG અને આસામ રાયફલના 500 જેટલા જવાનો 1300 કિલોમીટર સાઇકલ યાત્રા કરીને રાજઘાટ દિલ્હી પહોંચશે. આ સાઇકલ યાત્રાનું પ્રસ્થાન બાપુના જન્મ સ્થળ પોરબંદર ખાતેથી કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી જી.ક્રિષ્ના રેડી દ્વારા કરાવવામાં આવ્યુ હતુ. ચોપાટી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રમત-ગમત અને યુવા સાંસ્કૃતિ બાબતોના રાજ્ય મંત્રી ઇશ્વરસિહ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડિયન પેરા મિલિટરી ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દેશની બોર્ડર સહિતની સુરક્ષાઓમાં જોડાયેલ ઈન્ડિયન પેરા મિલિટરી ફોર્સના જવાનો ગાંધીજીનું જીવન તેમજ તેમનો અહિંસા-સ્વચ્છતાના સંદેશ લોકો સુધી પહોંચે તેમજ ગાંધીજીને શ્રદ્ધાજંલિ અર્પણ કરવાના ધ્યેય સાથે આ સાઇકલ યાત્રાનુ પ્રસ્થાન કરાયુ છે.આ સાઇકલ યાત્રામાં જોડાયેલ જવાનોએ પોતે સાઇકલ યાત્રામાં સહભાગી બનતા ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતુ કે, 2જી ઓક્ટબરના રોજ અમો રાજઘાટ દિલ્હી ખાતે પહોંચીશુ.
First published: September 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...