ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસ ઉકેલાયો, પોલીસે જણાવી સમગ્ર હકીકત

ખુશ્બૂએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પહેલા રવિરાજની હત્યા કરી અને ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો હતો.

News18 Gujarati
Updated: July 15, 2019, 10:35 PM IST
ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસ ઉકેલાયો, પોલીસે જણાવી સમગ્ર હકીકત
ખુશ્બૂએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પહેલા રવિરાજની હત્યા કરી અને ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો હતો.
News18 Gujarati
Updated: July 15, 2019, 10:35 PM IST
અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલા ASI અને કોન્સ્ટેબલ આપઘાત કેસ ઉકેલાયો, ખુશ્બુએ રવિરાજની હત્યા કરી પછી પોતે આપઘાત કર્યાનું પોલીસનું તારણ. આ અંગે રાજકોટ ઝોન 2ના ડીસીપીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ સમગ્ર હકીકત અંગે જણાવ્યું હતું.

રાજકોટ ઝોન 2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી બહુચર્ચિત ASI ખુશ્બૂ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા આપઘાત કેસ અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે ફોરેન્સીક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા સાક્ષીઓના નિવેદન પરથી અમે સમગ્ર ઘટનામાં એક તારણ પર આવ્યા છીએ, જેમાં ખુશ્બૂએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પહેલા રવિરાજની હત્યા કરી અને ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પત્ની-ગર્લફ્રેન્ડ સાથે કરી ઉજવણી, તસવીરો

પોલીસે જણાવ્યું કે અમે કેસની જીણવટભરી તપાસ કરી હતી. રવિરાજના મૃતદેહ પરથી અમને એવું લાગ્યું કે રવિરાજ ઘરે જવાની તૈયારીમાં હતો, આ દરમિયાન ખૂશ્બુ સાથે તેનો ઝઘડો થયો હતો, બાદમાં ખૂશ્બુએ પોતાની સર્વિસ રિવોલ્વરથી અંદાજે દોઢ ફૂટના અંતરથી રવિરાજ પર ફાયરિંગ કર્યું. બાદમાં બે મીસ ફાયર થયા અને ચોથી વખતે પોતે પોઇન્ટ બ્લેન્કથી આપઘાત કરી લીધો.
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...