ASI-કોન્સ્ટેબલ આપઘાત: જાણો પોલીસે કેવી રીતે ઉકેલ્યો સમગ્ર કેસ !

News18 Gujarati
Updated: July 15, 2019, 11:15 PM IST
ASI-કોન્સ્ટેબલ આપઘાત: જાણો પોલીસે કેવી રીતે ઉકેલ્યો સમગ્ર કેસ !
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રવિરાજનાં મૃતદેહનાં ખોળામાં ખુશ્બુનો મૃતદેહ હતો.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રવિરાજનાં મૃતદેહનાં ખોળામાં ખુશ્બુનો મૃતદેહ હતો.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ ભારે ચર્ચા જગાવ્યા બાદ અંતે પોલીસે રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલા ASI અને કોન્સ્ટેબલ આપઘાત કેસને ઉકેલી લીધો છે. પોલીસ તરફથી ઝોન 2ના ડીસીપીએ સમગ્ર કેસની માહિતી આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે કેવી રીતે પોલીસે પૂરાવા મેળવ્યા અને તેના પરથી તારણ કાઢ્યું.

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે ASI ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા આપઘાતની સમગ્ર ઘટનાની પોલીસ તરફથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, આ કેસમાં સૌપ્રથમ હત્યા કર્યાનું લાગી રહ્યું હતું આથી તે દિશામાં તપાસ હાથ ધરી, તો કેસને ઉકેલવા માટે અમે અમારા જૂના એક્સપર્ટ્સ અધિકારીઓની પણ મદદ લીધી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ ASI-કોન્સ્ટેબલ કેસ : ખૂશ્બુની બહેને આત્મહત્યા કરી હતી, પરિવારે બંને દીકરી ગુમાવી

સૌપ્રથમ રવિરાજે તમામ વસ્ત્રો પહેરેલા હતા, જ્યારે ખુશ્બુએ ટીશર્ટ અને અંડરગાર્મેન્ટ પહેરેલું હતું. રવિરાજના મૃતદેહ પરથી લાગી રહ્યું હતું કે તે જવાની તૈયારીમાં હતો. આ દરમિયાન ખુશ્બુ અને રવિરાજ વચ્ચે તકરાર થઇ હોઇ શકે છે અને બાદમાં ખુશ્બુએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પહેલા રવિરાજ પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રવિરાજનાં મૃતદેહનાં ખોળામાં ખુશ્બુનો મૃતદેહ હતો.

ફોરેન્સીક રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થયું

ઘટનાની જાણ થતા જ સૌપ્રથમ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારબાદ 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. તો ફોરેન્સીક એક્સપર્ટ્સની મદદ પણ લેવામાં આવી. આ બંને ટીમનો રિપોર્ટ આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે રવિરાજને ગોળી વાગી ત્યાં એન્ટ્રી પોઇન્ટ નાનો હતો, જ્યારે ખુશ્બુને ગોળી વાગી ત્યાં એન્ટ્રી પોઇન્ટ ખુબ જ મોટો હતો. એક્સપર્ટ્સનું કહેવું છે જ્યારે દૂરથી ગોળી મારવામાં આવે ત્યારે એન્ટ્રી પોઇન્ટ નાનો હોય છે, અને નજીકથી મારવામાં આવે તો એન્ટ્રી પોઇન્ટ મોટો હોય છે.
Loading...

આ સિવાય રવિરાજ અને ખુશ્બુ બંને રાઇન્ટ હેન્ડેડ છે, એવામાં રવિરાજને લેફ્ટ સાથે ગોળી વાગી છે, જ્યારે ખુશ્બુને રાઇટ સાઇડ ગોળી વાગી છે. એટલું જ નહીં કુલ 4 વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી ગોળી રવિરાજને લાગી હતી, ત્યારબાદ બે મીસ ફાયર થયું હતું અને ચોથી ગોળી ખુશ્બુને લાગી હતી.

મિસ્ત્રી કામ કરતાં લોકો બન્યા સાક્ષી

ખુશ્બુએ ભાડેથી ફ્લેટ રાખ્યો હતો, આ ફ્લેટમાં અવારનવાર રવિરાજ સાથે મુલાકાત કરતી. તો આ ફ્લેટના બાજુના ફલેટમાં સૂથારી કામ ચાલતું હતું. પોલીસે જણાવ્યું કે આ સુથારી કામ કરતાં લોકો સાક્ષી બન્યા છે, તેઓ આ કેસમાં પ્રથમ સાક્ષી તરીકે રખાયા છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે. તો આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે.
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...