Dhairya Gajara, Kutch: ભારત સરકાર (Government of India) ના ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ (Credit Outreach Programme) અંતર્ગત કચ્છ (Kutch) જિલ્લામાં બેન્કો દ્વારા લોકોને રૂ. 237 કરોડની લોન (Bank loan) આપવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) હેઠળ ચાલતા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમમાં અનેક બેંકોએ મળીને સરકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લોન આપી હતી.
બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા ભુજ (Bhuj)ખાતે ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2237 લાભાર્થીઓને કુલ રૂ. 237 કરોડની લોન આપવામાં આવી હતી. જેમાં મુદ્રા યોજના, સ્વનિધિ યોજના, હોમલોન, એજ્યુકેશન લોન તેમજ અન્ય સરકારી યોજનાના લાભો અપાયા હતા.
ભુજના ટાઉન હોલ (Bhuj Town hall)ખાતે જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને બેંક ઓફ બરોડા દ્વારા ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી પારૂલબેન કારાએ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. મહા પ્રબંધક અને રાજકોટ ઝોનના પ્રમુખ વિજયકુમાર બસેઠાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશને આત્મ નિર્ભર બનાવાનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, ત્યારે વિવિધ પ્રકારની ઋણ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. 10 હજારથી 10 કરોડ સુધીની વિવિધ પ્રકારની લોન આપી છે. નાનાથી લઈને મોટા તમામ ધંધાર્થીઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ઉપલબ્ધ છે. તેનો લાભ લેવા પણ તેમણે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર જિલ્લામાં બેંક ઓફ બરોડાની 351 બ્રાન્ચ છે. સમયસર લોનની ચૂકવણી કરવાથી અન્યને પણ લોન આપી શકાય તેવું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમમાં ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, બેંક ઓફ બરોડાના રિઝનલ મેનેજર જગજીતકુમાર, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રિઝનલ મેનેજર મારુતિ રંજન તિવારી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શંકરમહાદેવન ઐયર હાજર રહ્યા હતા.
વધુ માહિતી માટે નીચે આપેલા સરનામા પર સંપર્ક કરવા વિનંતી: