મોરબીમાં 10 ઇંચ વરસાદ, દીવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત

News18 Gujarati
Updated: August 10, 2019, 6:09 PM IST
મોરબીમાં 10 ઇંચ વરસાદ, દીવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત
દટાલેયા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મોરબીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લા ક્લેક્ટર દ્વારા તાકીદે બોલાવવામાં આવી હતી.

  • Share this:
અતુલ જોષી, મોરબીઃ મોરબીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં ઉંમિયા સર્કલ નજીક દિવાલ ધરાશાયી થતા 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે દટાયેલા અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બીજી બાજુ સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની પ્રિમોન્સુન કામગીરી પોલંપોલ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે મોરબીમાં કંડલા રોડ પર આવેલા ઉંમિયા સર્કલ પાસે એક દીવાલ ધરાશાયી થવાની દૂર્ઘટના સામે આવી છે. વરસાદને કારણે જર્જરીત થયેલી દીવાલ ધારાશાયી થઇ છે. આ દૂર્ઘટનામાં અત્યારસુધીમાં કુલ 8 લોકોનાં મોત થયાનું જાણવા મળ્યું છે. તો હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ધ્રાંગધ્રાના વાવડી ગામે ટ્રેક્ટર લઈને નદી પાર કરવા જતાં 11 લોકો તણાયા, આર્મીએ ત્રણને બચાવ્યાં

મોરબી SPની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી.


ફાયર સેફ્ટી વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. હાલ ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ સ્થાનિકો રોષે ભરાયા છે અને જવાબદાર તંત્ર સામે પગલા લેવાની માગ કરી રહ્યાં છે.

ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા.

Loading...

ઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લા ક્લેક્ટર દ્વારા તાકીદે બોલાવવામાં આવી હતી, જેમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તથા NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવાથી લઇને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...