ભાવનગરમાં વરસાદને કારણે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 11 કાળિયારના મોત

વન્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે કાળિયાર આસપાસના ખેતરો અને ગામ તરફ જતા રહ્યાં છે. વન વિભાગની ટીમોએ આસપાસના ગામના ખેડૂતોને વિનંતી કરી સાથસહકારની અપીલ કરી છે.

News18 Gujarati
Updated: August 12, 2019, 8:58 PM IST
ભાવનગરમાં વરસાદને કારણે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 11 કાળિયારના મોત
વેળાવદર નેશનલ પાર્ક સફારીમાં પાણી ભરાતા કાળિયાર નજીકના ખેતરોમાં જતા રહ્યાં છે.
News18 Gujarati
Updated: August 12, 2019, 8:58 PM IST
રાજ્યમાં સાર્વત્રિક પડેલા વરસાદને કારણે જળાશયો છલકાઇ ગયા છે. તો ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જો કે ભારે વરસાદને કારણે અહીં આવેલા વેળાવદર નેશનલ પાર્ક સફારીમાં 11 કાળિયારના મોત થયા છે.

ભાવનગરમાં આવેલા વેળાવદર નેશનલ પાર્ક સફારીમાં ભારે વરસાદને કારણે વન્ય પ્રાણીઓ ખુબ જ પ્રભાવિત થયા હતા. અહીં જંગલોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા કારણે કાળિયાર સલામત સ્થળની શોધમાં ગામની સીમ અને ખેતરો તરફ જતા રહે છે, જો કે આ દરમિયાન કૂતરા દ્વારા કાળિયાર પર હુમલાની અનેક ઘટનાઓ બની છે. મોબાઇલ સ્કવોડ રેન્જના વિસ્તારમાં કુલ 22 કાળિયાર પર કૂતરા દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. જેમાંથી કુલ 11 કાળિયારના મૃત્યુ થયા છે અને 11 કાળિયારનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ધોનીના એક ફોટાએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પ્રશંસકો થયા દિવાના

તારીખ 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ દરમિયાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. તો ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઉદ્યાનમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ હતી, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની બંને રેન્જ વેળાવદર અને મોબાઇલ સ્ક્વોડ રેન્જ હેઠળ આવતા વિસ્તારમાં ખુબ જ કાળિયાર વસવાટ કરે છે.

ઉદ્યાન વિસ્તારમાં કાળિયાર તથા અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગની પાંચ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર, રાષ્ટ્રીય ઉદ્યાનની બહારના વિસ્તાર, ગણેશગઢ, , ખેતાખાટલી, નર્મદ અને કાળાતળાવ ગામના વિસ્તાર, મેવાસા, માણેપુરના વિસ્તારો, માઢિયા સહિતના વિસ્તારોમાં કાર્યરત છે.

વન્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે કાળિયાર આસપાસના ખેતરો અને ગામ તરફ જતા રહ્યાં છે. આથી વન વિભાગની ટીમોએ આસપાસના ગામના લોકો અને ખેડૂતોને વિનંતી કરી સાથસહકારની અપીલ કરી છે. તો બચાવ કામગીરી માટે આવેલી NDRની ટીમ સાથે રહી તેમની બોટની મદદથી પાણીવાળા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...