વાંકાનેર નજીક લૂંટની ઘટનામાં આવ્યો વળાંક, મહિલાએ લૂંટ ન થઇ હોવાનું કબુલ્યું

પોલીસ તપાસ દરમિયાન મહિલાએ કબુલ્યું હતું કે, લૂંટ થઇ નહોતી

News18 Gujarati
Updated: May 18, 2019, 6:08 PM IST
વાંકાનેર નજીક લૂંટની ઘટનામાં આવ્યો વળાંક, મહિલાએ લૂંટ ન થઇ હોવાનું કબુલ્યું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 18, 2019, 6:08 PM IST
અતુલ જોશી, મોરબી: વાંકાનેર નજીક બનેલી લૂંટની ઘટના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લૂંટ થઇ જ નહોતી. આ અંગે મહિલાએ કબુલાત કરી છે.

પોલીસ તપાસ દરમિયાન મહિલાએ કબુલ્યું હતું કે, લૂંટ થઇ નહોતી. પોલીસની ભારે જહેમત બાદ મહિલાએ જણાવ્યું હતું કે, માર મારવામા આવતાં લૂંટનું તરખટ રચ્યું હતું. વાંકાનેર પોલીસે મહિલાને માર માર્યાની ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં, શામળાજીમાં દિવાલ ધરાશાયી

આ મામલે અગાઉ મહિલા દ્વારા લૂંટ થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, લૂંટ થઇ જ નહોતી. સાથે જ મહિલાએ કબુલ્યું હતું કે, સાતથી આઠ શખ્સો દ્વારા માર મારવામાં આવતાં લૂંટનું નાટક કર્યું હતું. હાલ પોલીસે મહિલાની ફરિયાદ લઇ માર મારનારા લોકોની શોધખોળ શરૂ કરી છે.
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...