Home /News /kutchh-saurastra /વાંકાનેર: ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ઝડપાઈ, પોલીસ પણ જોઈ ચોંકી ઉઠી

વાંકાનેર: ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ઝડપાઈ, પોલીસ પણ જોઈ ચોંકી ઉઠી

વિદેશી દારૂની બોટલ નંગ ૬૨૨ કીમત રૂ. ૧,૮૬,૬૦૦, મોબાઈલ નંગ ૧૦ કિંમત રૂ. ૧૦,૦૦૦, મળી કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા...

વિદેશી દારૂની બોટલ નંગ ૬૨૨ કીમત રૂ. ૧,૮૬,૬૦૦, મોબાઈલ નંગ ૧૦ કિંમત રૂ. ૧૦,૦૦૦, મળી કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા...

વાંકાનેર તાલુકા સરધારકા વિસ્તારમાં મિનરલ વોટર ફેકટરીના બંધ પ્લાન્ટમાં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે વાક્નેર તાલુકા પોલીસ ટીમે ત્યાં દરોડો પાડતા ત્યાં પહોંચતા પોલીસ ચોકી ઉઠી હતી. જેમાં શિવગંગા વોટર સપ્લાયર નામની ફેકટરીમાં અમુક શખ્સો ઈંગ્લીશ દારૂ મંગાવી બીજી બ્રાન્ડની બોટલમાં પાણી ભેળસેળ કરી નકલી ઈંગ્લીશ દારૂ બનાવી રહ્યા હતા.

પોલીસે સ્થળ પરથી માલદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિહ રઘુભા જાડેજા, જયદિપસિહ રણજીતસિહ સોઢા રહે બધા વાંકાનેર અને વિનોદસિહ મનુભા જાડેજા, લક્ષ્મણસિહ વેલુભા જાડેજા, શક્તિસિહ ગંભીરસિહ વાઘેલા રહે બધા કચ્છ સહીત છ આરોપીઓને વિદેશી દારૂની બોટલ નંગ ૬૨૨ કીમત રૂ. ૧,૮૬,૬૦૦, મોબાઈલ નંગ ૧૦ કિંમત રૂ. ૧૦,૦૦૦, મળી કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ફેક્ટરી કેટલા સમયથી અહી ચાલતી અને બીજા કોઈને સંડોવણી છે કે નહી તમામ પાસાઓની પોલીસ તપાસ કરી રહી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ જી.આર. ગઢવીએ જણાવ્યું કે, આજે અમે સાંજના ૫ વાગ્યાની આસપાસ વાંકાનેર પોલીસ સ્ટેશન બેઠા હતા દરમિયાન મને ખાનગી રહે હકીકત મળેલ કે સરધારકા ગામે ભગીરથસિંહ રઘુભા જાડેજા અને તેમના સાથે અન્ય ૫ ઇસમો સરધારકા ગામે એક શિવ ગંગા વોટર સપ્લાઈયાર નામના મકાનની અંદર ઈંગ્લીશ દારૂ બહરથી મંગાવી અને તેમાં પાણી ભેળસેળ કરી બીજી બોટલો બનાવે છે. આ હકીકત મળતા અમે સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ જઈને રેડ કરી કુલ ૬ આરોપીઓ ઝડપાયા છે અને ૫૧ પેટીની આજુબાજુ ૧,૮૬,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
First published:

Tags: Caught, English liquor, Factory, Wankaner, પોલીસ`