મોરબીઃ વાંકાનેરના ડે. કલેક્ટરને મહેસુલ વિભાગે પાણીચું પકડાવ્યું, સત્તા બહારના ઓર્ડર કર્યાનો આરોપ


Updated: October 29, 2020, 10:07 AM IST
મોરબીઃ વાંકાનેરના ડે. કલેક્ટરને મહેસુલ વિભાગે પાણીચું પકડાવ્યું, સત્તા બહારના ઓર્ડર કર્યાનો આરોપ
ડે.કલેક્ટરની તસવીર

વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ.વસાવાએ 15 જેટલા સાંથણીની જમીનોના ઓર્ડરો અને 07 જેટલા સત્તા બહારના ઓર્ડરો કર્યા હોવાની વાત જીલ્લા કલેક્ટરને ધ્યાનમાં આવી હતી

  • Share this:
અતુલ જોશી, મોરબીઃ અતુલ જોશી, મોરબીઃ મોરબી જીલ્લાના (Morbi jilla) વાંકાનેર તાલુકાના (Wankaner taluka) ડેપ્યુટી કલેક્ટરને (Deputy Collector) મહેસુલ વિભાગે (Revenue Department) પાણીચું પકડાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ વસાવાએ સત્તા બહારના ઓર્ડરો (Orders out of power) કર્યા હોવાથી તેમને સસ્પેન્ડ (Suspended) કર્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ.વસાવાએ 15 જેટલા સાંથણીની જમીનોના ઓર્ડરો અને 07 જેટલા સત્તા બહારના ઓર્ડરો કર્યા હોવાની વાત જીલ્લા કલેકટરને ધ્યાનમાં આવતા તેઓએ આજથી થોડા સમય પૂર્વે અહેવાલ સાથે મહેસુલ વિભાગને સોંપ્યો હતો.

જેમાં ડે. કલેકટર દ્વારા ગેરરીતિ અથવા તો સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું સાથે જ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેમાં આજે સાંજે મહેસુલ વિભાગ દ્વારા ડે. કલેકટર એન.એફ.વસાવાને સસ્પેન્ડ કર્યા હતા અને તેની બદલી પાટણ કરી દેવામાં આવી હતી તેની જગ્યાએ હળવદ પ્રાંત અધિકારી ગંગા સિંઘને તત્કાલીન ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે જેને લઈને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ-સતત બે દિવસના ઘટાડા બાદ Gold-Silverના ભાવમાં ફરી તેજી, જાણો અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવ

જો કે આ તો ફક્ત 15 જેટલા ઓર્ડરોની જ વાત છે પરંતુ વાંકાનેરમાં 45 જેટલા આવા ઓર્ડરો મોરબીના જ સ્થાનિક વ્યક્તિને વચ્ચે રાખી મોટી રકમ વસૂલી અધિકારીઓ દ્વારા કરાયા હોવાની વિગતો સુત્રોમાંથી સાંપડી રહી છે. એટલું જ નહીં મોરબીમાં ભૂતકાળમાં એસીબીની ટ્રેપ પણ વહીવટી તંત્રમાં સૌથી વધુ થઈ છે ત્યારે સામાન્ય માણસોને ન્યાય આપાવવા બેઠેલા અધિકારીઓ માટે સેટીંગ સિસ્ટમનો ભાગ બની ગયો હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! શ્વાન બાંધવાની સાંકળથી પતિએ પત્નીને આપ્યો ટુંપો, પછી ચપ્પા વડે કરી હત્યા, ઓગસ્ટમાં જ થયા હતા Love મેરેજઆ પણ વાંચોઃ-બે ભાઈઓની બેગમાંથી નીકળ્યું એક કરોડ રૂપિયાનું સોનું, પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા

જો કે આવા મોરબીના અનેક ઓર્ડરો મોરબીના જ એક સ્થાનિક વ્યક્તિને સાથે રાખી કરવામાં આવ્યા છે જ્યારે સામાન્ય લોકોને તેની વિરુદ્ધમાં ઓર્ડરો કરી સચિવમાં અપીલ કરવા જણાવી દેવામાં આવે છે.આગામી સમયમાં મોરબીમાં થયેલી છેલ્લા એક વર્ષના વિવાદિત ઓર્ડરો સાથેના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવનાર છે તેવું પણ જાણવા મળેલ છે. ત્યારે હવે શું આ સંકજો ફક્ત વાંકાનેર ડે. કલેકટર સુધી જ રહેશે કે પછી આ ઓર્ડરમાં વહીવટ કરાવનારા વ્યક્તિ સુધી પણ રેલો આવશે એ આગામી સમય જ બતાવશે.
Published by: ankit patel
First published: October 28, 2020, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading