વાંકાનેરઃ હોલમઢ ગામમાં હત્યાના ગુનામાં જામીન પર બહાર આવેલા રાહુલ આહિરની ફિલ્મી ઢબે આંતરી કરી હત્યા

ઘટના સ્થળની તસવીર

વર્ષ 2019માં રાજકોટ મુસ્લિમ યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં મૃતક રાહુલ જેલમાં પણ હતો. આ બનાવ જૂની અદાવતમાં બન્યો હોવાનું સામે આવ્યું છે.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબી જીલ્લાના (Morbi) વાંકાનેર તાલુકાના (wankaner) હોલમઢ ગામ (Holmadha village) નજીક આજે મોડી સાંજે યુવાનની હત્યા (boy murder) થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હત્યાનાં આ બનાવની મળતી માહિતી વાંકાનેરનાં હોમગઢ ગામે રાહુલ આહિર નામના યુવાનની હત્યા કરવામાં આવી છે.

  મૃતક રાહુલ રાજકોટનો રહેવાસી છે આરોપીઓ હત્યા કરી નાસી છૂટયા હતાં. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાહુલ આહીર હત્યાના ગુનામાં જેલમાં હતો અને રાજકોટમાં હત્યાના આરોપમાં થોડા સમય પહેલાં જ જેલમાંથી જામીન પર છુટેલો હતો. જેમાં મહિકા નજીક રેતીની ગાડી ભરવા રાહુલ આવી રહ્યો હતો. ત્યારે હત્યારાઓ ફોરવ્હિલ ગાડીમાં પીછો કરી હત્યાને અંજામ આપી અંધારામાં ઓગળી ગયા હતા.

  આ ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ એલસીબી, વાંકાનેર તાલુકા પોલીસ સહિતનો પીલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

  આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

  મોરબી એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું છે કે હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ જૂની અદાવતમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2019માં રાજકોટ મુસ્લિમ યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં મૃતક રાહુલ જેલમાં પણ હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

  આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

  જેનો ખાર રાખી સામેના પક્ષે હત્યા કર્યા હોવાનું જણાય છે જો કે વધુ અને યોગ્ય તપાસ આરોપીઓ પકડાય બાદમાં જ ખુલવા પામશે તો બીજી બાજુ વધુ એક ઇસમને પણ ઇજાગ્રસ્ત હલતમાર રાજકોટ લઈ જવામાં આવ્યો છે.  જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે જો કે આ બીજા મોતની હાલ તંત્ર પુષ્ટિ નથી કરી રહ્યું પરન્તુ જો હશે તો ડબલ મર્ડર નો ગુનો નોંધવામાં આવશે હાલ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published: