હળવદ માળીયા ચોકડી પરની ચેકપોસ્ટમાં મહિલા અને યુવકનો કામલીલાનો વીડિયો વાયરલ, પોલીસે ચેકપોસ્ટ હટાવી

હળવદ માળીયા ચોકડી પરની ચેકપોસ્ટમાં મહિલા અને યુવકનો કામલીલાનો વીડિયો વાયરલ, પોલીસે ચેકપોસ્ટ હટાવી
પ્રતિકાત્મક તસવીર

આ વીડિયોમાં ચેક પોસ્ટની પોલીસ ચોકીમાં મહિલા અને યુવાનો કઢંગી હાલતમાં કામલીલા કરતા હોવાનું દેખાય રહ્યું છે.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ હળવદ પોલીસે માળીયા ચોકડીએ વાહનોને ચેક કરવા માટે બનાવેલી ચેકપોસ્ટના અશ્લીલ વીડિયો વાયરલ થયાં છે. જેમાં હળવદ પોલીસ (Halavad police) સંચાલિત પોલીસ ચોકીમા ધોળે દિવસે કામલીલા (kamlila video) કરતા હોવાનો વીડિયો હળવદ અને મોરબીના સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

  આ વીડિયોમાં ચેક પોસ્ટની પોલીસ ચોકીમાં મહિલા અને યુવાનો કઢંગી હાલતમાં કામલીલા કરતા હોવાનું દેખાય રહ્યું છે. ત્યારે પોલીસ દ્ધારા ટ્રાફિક નિવારણ માટે બનાવામા આવેલ ચોકીમા કામલીલાનો વીડિયો પણ કોઈ ઈસમ દ્વારા ઉતારીને વાયરલ કર્યો છે.  આ વીડિયોમાં હળવદમા માનસિક અસ્થિર હાલતમાં ફરતી મહિલા સાથે કામલીલા કરતો યુવાન નજરે પડી રહ્યો છે જો કે આ વીડિયો વાયરલ થતા જ હળવદ પોલીસ દ્ધારા તાત્કાલિક ચોકી હટાવામા આવી આવી હતી.

  આ પણ વાંચોઃ-કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી

  જો કે વીડિયો વાયરલ કરનાર અને માનસિક અસ્થિર મહિલા સાથે અશ્લીલ કામલીલા આચરનાર અનિષ્ટ તત્વો સુધી પહોંચવામાં નિષ્ફળ હળવદ પોલીસમથકના પીઆઈ પી કે દેકાવાડિયા સબ સલામતના દાવા કરવામાં આવે છે પરંતુ તેઓ પોતાના વિસ્તારની જ ચેક પોસ્ટમાં આવી હરકત થતા અટકાવી શક્યા ન હતા.

  આ પણ વાંચોઃ-OMG: મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા વાંદરા, મૃતદેહ પાસે બેસી કલાકો સુધી કર્યો શોક

  આ પણ વાંચોઃ-વલસાડઃ ઘરમાં પરિણીત પ્રેમિકા અને પ્રેમી મનાવતા હતા રંગરલિયા, અચાનક પતિ આવી જતા યુવકે સાતમાં માળેથી છલાંગ લગાવી

  જેના લીધે મોરબી પોલીસને પણ શોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. જો કે આ બનાવમા યુવાન પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી અનિવાર્ય થઈ ગઈ છે.

  હળવદની ચેકપોસ્ટનો પોલીસચોકીનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામા ફરી રહ્યો છે જેમાં ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ કહેવું મુશ્કેલ છે ત્યારે આવા આવરા તત્વો વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.
  Published by:ankit patel
  First published:October 03, 2020, 20:06 pm