મોરબી : Lockdown તોડનારા લોકોને ધોકવતા PIનો વીડિયો Viral, ગુનો નોંધવાને બદલે ધોકા થી ફટકાર્યા

મોરબી : Lockdown તોડનારા લોકોને ધોકવતા PIનો વીડિયો Viral, ગુનો નોંધવાને બદલે ધોકા થી ફટકાર્યા
મોરબીના piના વાયરલ વીડિયોના સ્ક્રિન ગ્રેબ

એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીઆઈ આર જે ચૌધરીના આ કહેવાતા વાયરલ વીડિયોથી મોરબી પંથકમાં હાહાકાર

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ યુવકોને માર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરમાં લોકડાઉનમાં બહાર નીકળેલા યુવકો પર ગુનો નોંધવાને બદલે ધોકા થી ફટકાતા લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ડીજીપી ના પરિપત્રની અવગણના કરતા એ ડિવિઝન પીઆઈ વિડીયો માં જોવા મળ્યા છે. આ વીડિયો હાલમાં મોરબીના વોટ્સએપ ગ્રુપોમાં ચર્ચાનું વિષય બન્યો છે.

  મોરબીમાં એસપી કરનરાજ વાઘેલાની સૂચનાથી પ્રશંસનીય કામગીરી ચાલી રહી છે જેમાં મોરબી તાલુકા,મોરબી સીટી બી ડિવિઝન, વાંકાનેર તાલુકા વાંકાનેર સીટી અને હળવદ માં પોલીસ અધિકારીઓ સતત ખડેપગે પરિવાર ને રેઢા મૂકીને ફરજ બજાવી રહ્યા છે પરન્તુ એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીઆઈ આર જે ચૌધરી દ્વારા લોકડાઉનના નામે લોકોને હેરાન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવી ખોટી હેરાનગતિથી લોકોમાં નારાજગી જોવા મળી છે.  મોરબીમાં ડીજીપી ના પરિપત્ર નો ઉલળીયો જોવા મળ્યો હતો જેમાં મોરબીના સોશ્યલ મીડિયામાં મોરબીસીટી એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરી દ્વારા લોકડાઉન ભંગ કરતા હોવ યુવકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે તેઓને ધોકા વડે ફટકારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

  આ પણ વાંચો :   Coronavirus : ચલણી નોટ અને સિક્કાને કોરોનાના ચેપથી મુક્ત રાખવા યુવકે અપનાવ્યો જોરદાર Idea, બનાવ્યું ખાસ મશીન

  જેમાં જાણવા મળતા મુજબ આ વિડીયો રવાપર રોડ પર આવેલ અવની ચોકડી પાસે નીંજાહેર જગ્યાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરી પહોંચ્યા હતા અને યુવકો પર ગુનો નોંધવાને બદલે જેમ ગંભીર ગુનાના આરોપી હોય એ રીતે ધોકા વડે ફટકાર્યા હતા એટલું જ નહીં પણ મોરબીના પ્રતિષ્ઠિત ઘરના યુવકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે ધોકા વરસાવ્યા બાદ ઉઠબેસ પણ કરાવી હતી.

  જો કે મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી લોકો પર કરવામાં આવી રહી  હોવાની રાવ થઈ છે.  PI દ્વારા વધુ પડતી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો સુર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શાક માર્કેટ આવતી બાળકો અને પરીવાર સાથે આવતી મહિલાઓના બાઈક પણ ડિટેન કરી પીઆઈ આર જે ચૌધરી દ્વારા પરેશાન કરાતા હોવાની ફરિયાદો ઉઠી હતી મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં ડીજીપી ના પરિપત્ર નો છડેચોક ઉલાળીયો થતો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચો :    Cornavirus : દેશના અમુક રાજ્યોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ, Lockdown 4 પહેલાં નવા કેસ આવતા ચિંતા વધી

  હાલ તો ડીજીપી શિવાનંદ ઝા દ્વારા જે પરિપત્ર જાહેર કરવામા આવ્યું છે તેનો સર જાહેર ઉલાળીયો થતો જોવા મળ્યો છે ત્યારે શું પીઆઈ પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઘી ના ઠામ માં ઘી પડી જશે એ મોટો સવાલ છે.
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 17:54 pm

  ટૉપ ન્યૂઝ