વાઈબ્રન્ટ સમિટ 2017:2000થી વધુ વિદેશી ડેલિગેટ્સ આવશે,ચેતક કમાન્ડોની 2 ટીમ રહેશે તૈનાત

VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 4:06 PM IST

ગાંધીનગરઃરાજ્યમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને રાજ્યગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. ગૃહરાજ્યપ્રધાનની સાથે રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઇજીની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવી હતી. 2000 થી વધુ વિદેશી ડેલિગેટ્સ આવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજ્યની એક નવી ઓળખ લઇને વિદેશીઓ જાય તેના માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. લગભગ 3800થી વધુ પોલીસ જવાનો આ માટે સુરક્ષા બંદોબસ્તમાં રહેશે અને સમગ્ર વિસ્તાર ત્રિસ્તરીય સુરક્ષાથી સજ્જ રહેશે.

વાઈબ્રન્ટ સમિટ 2017ને લઈ ગૃહ રાજ્યપ્રધાને પ્રેસ કોન્ફરન્સ સંબોધી
'વાઈબ્રન્ટ સમિટમાં 2000થી વધુ વિદેશી ડેલિગેટ્સ આવશે'
પીએમના હસ્તે સમિટનું થશે ઉદઘાટનઃ પ્રદીપસિંહ જાડેજા

મહાત્મા મંદિરની સુરક્ષા-વ્યવસ્થા મજબૂત કરાઈઃ પ્રદીપસિંહ
'1 ADDG, 5 DG, 16 SP, 66 DYSP ખડેપગે રહેશે'
ચેતક કમાન્ડોની 2 ટીમ રહેશે તૈનાતઃ પ્રદીપસિંહ જાડેજા
3800થી વધુ પોલીસકર્મીઓ કરશે સુરક્ષાઃ પ્રદીપસિંહ
11 સ્થળોએ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરાઈઃ પ્રદીપસિંહ
ઓનલાઈન રજિસ્ટ્રેશન વિના કોઈને એન્ટ્રી નહીં મળેઃ પ્રદીપસિંહ
મોબાઈલ એપ દ્વારા તમામ ડેલિગેટ્સને માહિતી મળશેઃ પ્રદીપસિંહ
First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर