Pratik Kubavat, Morbi: મોરબી શહેરમાં કેટલીક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસથી એક આશ્ચર્યજનક ઘટની બની રહી છે. એક અજાણ્યો યુવક દરરોજ સવારે લોકોનાં ઘરની આગળ દૂધની કોથળીઓ મુકી જતો રહે છે. આ ઘટના શહેરનાં અવની રોડ પર બને છે. લોકોએ સીસીટીવીનાં આધારે આ મિસ્ટ્રી મેનની શોધખોળ આદરી છે. ઘટનાની વિગત એવી છે કે, શહેરનાં અવની રોડ ઉપર છેલ્લા ત્રણ ચાર દિવસથી દૂધની કોથળી મૂકી ગુમ થતા યુવાનની હરક્તથી સોસાયટીના રહીશો અચંબિત, સીસીટીવીમા યુવાન કેદ થયો છે.
મોરબીમા દુધના ભાવ આસમાને આંબી રહયા છે છતાં મોરબીમાં એક એવો દૂધ પ્રેમી છે જે દરરોજ અલગ અલગ સોસાયટીમાં દૂધની કોથળીઓ મૂકી પલાયન થઈ જાય છે. દૂધ પ્રેમીની આ હરક્તથી અનેક સોસાયટીના રહીશો અચંબિત થઇ ગયા છે અને સીસીટીવી ફુટેજના આધારે યુવાનને શોધવા લાગ્યા છે. આજના સમયમાં કોઇ મફતમાં છાસ પણ આપતું નથી ત્યારે મોરબીના અવની રોડ ઉપર આવેલી શક્તિપાર્ક સોસાયટી, જય અંબે સોસાયટી, અમૃત વાટિકા સોસાયટીમાં કોઈ અજાણ્યો યુવાન દરરોજ દૂધ ભરેલી કોથળીઓ મૂકી પલાયન થઈ જાય છે.
સ્થાનિક રહીસોનાં જણાવ્યા અનુસાર, ખાસ કરીને સવારે 10.30 થી 11 વાગ્યાના અરસામાં જ અવની રોડ ઉપરની વિવિધ સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી આ દૂધ મૂકી જવાની ઘટના બની રહી છે. આ વાતથી સ્થાનિક રહેવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા છે.
સ્થાનિક રહેવાસીઓને સવાલ એ થાય છે કે, શા માટે આ યુવાન દૂધ મૂકી જતો રહે છે ? આ કારણ જાણવા માટે આજુબાજુનાં સીસીટીવી ફુટેજની મદદ લેતા એક અજાણ્યો યુવાન સીસીટીવી ફુટેજમાં દૂધની કોથળીઓ મૂકી જતો જોવા મળી રહયો છે.
જો કે, દરરોજ દસ લીટર કે તેથી વધુ જથ્થામાં આ દૂધ મૂકી જવા પાછળનું કારણ સોસાયટીના રહેવાસીઓને ગળે ઉતરતું નથી અને ખાસ તો આ ભેળસેળ યુક્ત દૂધ છે કે પછી આ દૂધ પ્રેમીનો બીજો કોઈ ઈરાદો છે તે જાણવા હાલ તો સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ કામે લાગ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર