અતુલ જોશી, મોરબી : આજે જ્યારે સમગ્ર રાજ્યમાં ધુળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વાંકાનેરમાં આ તહેવાર લોહિયાળ બન્યો છે. અહીંયા ખૂનથી લથપથ હાલતમાં હત્યા કરાયેલો એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ઘટનાની જાણ થતા જ બનાવવાળી જગ્યાએ પહોંચી અને યુવક કોણ છે તેની તજવીજ શરૂ કરી છે. મૃતકની ઉંમર આશરે 35થી 40 વર્ષ જણાઈ રહી છે. આ મૃતદેહ મળ્યા બાદ વાકાનેર પોલીસ મથકના પીએસઆઈ જાડેજાએ લોકોને એપીલ કરી છે કે કોઈ આ મૃતકને જાણતું હોય તો પોલીસે માહિતી આપે.
બનાવની વિગતો એવી છે કે વાંકાનેર તાલુકાનાં મેસરિયા નજીક હત્યા કરાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. જેમાં પોલીસને આ મરણ જનારની કોઈ માહિતી મળી નથી કે ઓળખ થઈ નથી.
જેમાં મૃતક વ્યક્તિ એક અજાણ્યો પુરુષ છે અને તેની ઉંમર આશરે 35થી40 વર્ષ જણાઈ રહી છે. આ યુવકને કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખ્ત અને બોથડ પદાર્થથી માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલી હોવાનું લાગી રહ્યું છે.
વાંકાનેર પોલીસને હત્યા કરાયેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે.
મૃતકના જનારે શરીરે આછા દૂધીયા રંગનો આખી બાયનો શર્ટ અને કાળુ જીન્સનું પેન્ટ પહેરેલું છે. ગળામાં સફેદ દોરાનું તાવીજ પહેરેલું છે. માથાના વાળ કાળા છે. આછી બાળી દાઢી છે. ઉંચાઇ આશરે 5.4" છે. વાને ઘઉં વર્ણો છે. આ મૃતકનના વાલી વારસ મળી આવેલ ન હોય, અજાણ્યા પુરુષનાં સગા વ્હાલાની કોઇપણ માહિતી મળે વાંકાનેર તાલુકા પોલીસ મથકના થાના અધિકારી પીએસઆઇને જાણ કરવા માટે પોલીસે જણાવ્યું છે. આમ એક બાજુ સમગ્ર રાજ્ય અને મોરબી જિલ્લો હોળીના તહેવારોની ખુશીઓમાં મગ્ન અને મસ્ત છે ત્યારે એક અજાણ્યા યુવકના મૃતદેહને પોલીસે દોડતી કરી છે. પોલીસ આ યુવકનો પતો શોધી રહી છે ત્યારે જ્યાં સુધી યુવકની ઓળખ નહીં થાય ત્યાં સુધી તેના હત્યારાને શોધવા મુશ્કેલ છે.
જો કોઈ વ્યક્તિને આ મૃતદેહની જાણકારી મશળે તો આર.પી.જાડેજા અથવા વાંકાનેર તાલુકા પો.સ્ટે. ફોન નં.02828 220656 પર, અથવા પીએસઆઈ જાડેજાને .૯૯૦૯૦ ૦૧૧૦ર પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. તો બીજી બાજુ આ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા જાહેર કરાયેલી જાહેરાતમાં અપીલ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર