મોરબીઃ પાણીના ખાડામાં ડૂબી જતાં બે સગીર સગી બહેનોના મોત

News18 Gujarati
Updated: July 25, 2019, 10:00 PM IST
મોરબીઃ પાણીના ખાડામાં ડૂબી જતાં બે સગીર સગી બહેનોના મોત
પ્રતિકાત્મક તસવીર

મોરબી જિલ્લાના ટીબડી ગામ નજીક પાણીના ખાડા પાસે 12 વર્ષીય સોની શંકરભાઇ અખિયાણી અને 16 વર્ષની હિરુ શંકરભાઇ અખિયાણી બે સગી બહેનો ગઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મોરબીના ટીબડી ગામમાં એક કરુણ ઘટના બની છે. જેમાં સગીર વયની બે બહેનો ખાડામાં ડૂબી જતાં મોતને ભેટી હતી. ઘટનાની જાણ થતાં ગામમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું. બંને બહેનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના ટીબડી ગામ નજીક પાણીના ખાડા પાસે 12 વર્ષીય સોની શંકરભાઇ અખિયાણી અને 16 વર્ષની હિરુ શંકરભાઇ અખિયાણી બે સગી બહેનો ગઇ હતી. જોકે, કોઇકારણ સર બંને બહેનો ખાડામાં પડી જતાં બંને બહેનો ડૂબી ગઇ હતી.

બંને બહેનો ખાડા પડી હોવાની જાણ થતાં સ્થાનિક લોકો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બંને બહેનોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. જોકે, થોડા જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં મોરબી તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને બંને બહેનોના મૃતદેહોને પોસ્ટમોર્ટ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
First published: July 25, 2019, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading