અતુલ જોશી, મોરબી : મોરબીના હળવદમાં (Morbi Halvad Shocking Case) એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ફ્રેન્ડશીપ અને સોશિયલ મીડિયા કલ્ચરના કારણે અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવી લેવાનું ગંભીર પરિણામ હળવદમાં એક વિદ્યાર્થીનીએ ભોગવ્યું છે. આ વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવી અને બે શખ્સોએ તેના બિભત્સ વીડિયો (Nast Videos and Photos) અને તસવીરો કેપ્ચર કરી લીધા હતા અને ત્યારબાદ તેને વાયરલ ( Viral) કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ ( Two men raped student in Halwad ) હતું. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આ બે શખ્સોને ઝડપી પાડી અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.
બનાવની વિગતો એવી છે કે હળવડની સગીરા સાથે મિત્રતા કેળવી સગીરાને ફોસલાવી જયેશ અને મેહુલ નામના બે નરાધમોએ બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી લીધા હતા. ત્યાર બાદ આ બીભત્સ ફોટા, વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેલ કરી હતી. આ ઉપરાંત સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી બનેં શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ઘટના અંગે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી હળવદના ખારીવાવડીમા વિસ્તારમાં રહેતા આરોપી જયેશ ચંદુભાઇ કણઝરીયા,અને મેહુલ સવજીભાઇ હડીયલ, રહે.ગોરી દરવાજા વાળા બન્ને નરાધમોને પોલીસ ઝડપી લીધા છે.
એક વર્ષ સુધી બંને શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યોની ફરિયાદ
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ બંને શખ્સોએ સગીરાને બીભત્સ ફોટા, વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ફરિયાદ મુજબ આ શખ્સો છેલ્લા એક વર્ષથી સગીરા સાથે દુષ્કર્મ ગુજારી રહ્યા હતા. એક સાથે બે બે શખ્સોએ એક વિદ્યાર્થીને પીંખી નાખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘટના બાદ બંને આરોપીને ઝડપી પાડી બન્ને આરોપીના ટેસ્ટ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડી હળવદ પીઆઇ પી. એ. દેકાવાડીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ રાજ્યમાં વડોદરામાં એલએલબીની વિદ્યાર્થીની સાથે થયેલો દુષ્કર્મનો કેસ ચર્ચામાં છે. એલએલબીની વિદ્યાર્થીની સાથે પાવાગઢ મંદિરના ટ્ર્સ્ટી અને એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં તો પીડિતા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોય તેવી તસવીરો વાયરલ થઈ છે. વાયરલ તસવીરોની ભૂમિકા સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર