અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં અલગઅલગ સ્થળેથી બે યુવતીઓ લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના કાલિકા પ્લોટમાં રહેતી યુવતી પોલીસ ખાતામાં ભરતી થવા માટે જવાનું કહીને લાપતા બની હતી.જ્યારે બીજા બનાવમાં મોરબીના જાબુડિયા ગામે યુવતી હાથ ધોવાનું કહીને ગુમ થઈ ગઈ હતી.
મોરબીના એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતી 19 વર્ષની યુવતી ગત તા.10ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. તેથી તેના માતા પિતાએ સગાસંબંધીઓમાં શોધખોળ કરી હતી.પણ પુત્રીનો પતો લાગ્યો ન હતો. આથી ઘરમાં તપાસ કરતા ઘર છોડતા પહેલા યુવતીએ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.
જેમાં તેણીએ લખ્યું હતું કે, હું પોલીસ ખાતામાં ભરતી થવા માટે જાઉં છું. હું કમાઈને તમોને પૈસા મોકલતી રહીશ. મારી ચિતા કરતા નહિ. આથી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મોરબીના નવા જાબુડિયા ગામે આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતી 22 વર્ષની યુવતી ગતતા.15ના રોજ સોલો સીરામીક લાલપર પાસે હાથ ધોવાનું કહીને લાપતા થઈ ગઈ હતી. આ બનાવ અંગે તેના પિતાએ તાલુકા પોલીસમાં ગુમસુદા નોંધાવતા પોલીસે યુવતીની ભાળ મેલળવા તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર