મોરબીઃ ધૂળના ઢગલા સાથે બાઇક અથડાતા બે મિત્રોના મોત

News18 Gujarati
Updated: March 23, 2019, 3:59 PM IST
મોરબીઃ ધૂળના ઢગલા સાથે બાઇક અથડાતા બે મિત્રોના મોત
પ્રતિકાત્મક તસવીર

મોબરીના નવલખી રોડ ઉપર રોડના કામ માટે રાખેલા ડાઇવર્ઝન ન દેખાતા બાઇક ધૂળના ઢગલા સાથે અથડાતા બે મિત્રોના કરૂણ મોત નિપજ્યા હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ મોબરીના નવલખી રોડ ઉપર રોડના કામ માટે રાખેલા ડાઇવર્ઝન ન દેખાતા બાઇક ધૂળના ઢગલા સાથે અથડાતા બે મિત્રોના કરૂણ મોત નિપજ્યા હતા. આ બંને મિત્રો યુનાઇટેડ જીવદયા ગ્રુપના સભ્યો હતા.

મળતી માહિતી પ્રમાણે મોરબી માધાપર વિસ્તારમાં રહેતાહર્ષ મહેશભાઇ પરમાર અને તેનો મિત્ર મીત મહેશભાઇ મેરજા ગત તા. 21ના રોજ હોળીના રાત્રે બે વાગ્યાના આસપાસ ધક્કાવાળી મેલડી માતાના મંદિરથી નવલખી રોડ તરફ બાઇક પર ફરવા જઇ રહ્યા હતા.

દે તરમિયાન રોડનું કામ ચાલું હોવાથી રાત્રીના અંધકારના કારણએ ત્યાં રાખેલું ડાઇવર્ઝન ન દેખાતા પુરપાટ ઝડપે આવતું બાઇક ત્યાં રહેલા ધુળના મોટા ઢગલા સાથે ધડામ દઇને અથડાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બંને મિત્રો મિત અને હર્ષના આરાફરતી કરૂણ મોત નીપજ્યા હતા.

આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, ફૂલ સ્પીડે આવતું હતું. તેમાંય રાત્રીના અંધકારને કારણે આ ડાઇવર્ઝન ન દેખાતા આ જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે બંને હતભાગી યુવાનો જીગરજાન મિત્રો હતા.

અને કોલેજમાં અભ્યાસ કરતા હતા. મીત મોરબીમાં અને હર્ષ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો. હોળીી રજા હોવાથી હર્ષ મોરબી આવીને હોળીની રાત્રે બંને મિત્રો ફરવા જતા હતા. ત્યારે અકસ્માતમાં બંનેના મોત નીપજ્યા હતા.

જોકે, આ બંને મિત્રો યુનાઇટેડ યુ જીવદાયા ગ્રુપ સાથે સંકળાઇને સેવા પ્રવૃતિ કરતા હતા. આ બંને સભ્યોના અકસ્માતમાં મોત થતાં ગમગીની વ્યાપી ગઈ હતી.
First published: March 23, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading