Morbi Crime News: મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આજુબાજુના જીલ્લાઓમાં પણ નાકાબંધી કરવામાં આવી હતી. આરોપીઓની ગાડી અકસ્માત ગ્રસ્ત થતા બન્ને આરોપીઓને જોડીયા પોલીસે ઝડપી પાડી પોલીસની હત્યા નિપજાવવાની કોશિશનો ગુનો નોંધાયો હતો.
અતુલ જોશી, મોરબી: તારીખ 17 ના રોજ મોરબીમાં અપહરણનો બનાવ બન્યો હતો. જેમાં મોરબીમાં લેબર કોન્ટ્રકટરનો વ્યવસાય કરતા હિતેશભાઇ રામાવત નામના યુવકનું તેની સાથે જ અગાઉ મજૂરી કામ કરતી માયા નામની સગીર યુવતી હાલમાં ફરિયાદી સાથે કામ કરતી અન્ય એક સગીરાને બહાર લઈ ગયેલ હોય જેથી ફરિયાદી તેને લેવા જતા માયા નામની સગીરા આરોપીએ તેના બે મળતીયાઓએ સાથે મળી અપહરણ કર્યું હતું.ત્યાર બાદ રસ્તા પર છોડી દઈ ને નાસી છૂટયા હતા.
નાકાબંધી કરી આરોપીઓની ધરપકડ કરાઈ
આ મામલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આજુબાજુના જીલ્લાઓમાં પણ નાકાબંધી કરવામાં આવી હતી જે દરમિયાન આરોપીઓ પૈકી બે આરોપીઓ સલીમ દાઉદ માણેક અને રફીક ગાફુરભાઈ મોવર જોડીયા તરફ નાસી છૂટ્યા હતા અને ત્યાં જોડીયા પોલીસ પર ગાડી ચડાવી નાસી છૂટ્યા હતા જેમાં જોડીયા પીએસઆઈ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું જે બાદ ગાડી અકસ્માત ગ્રસ્ત થતા બન્ને આરોપીઓને જોડીયા પોલીસે ઝડપી પાડી પોલીસની હત્યા નિપજાવવાની કોશિશનો ગુનો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, બાદ મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં બન્ને આરોપીઓ સલીમ દાઉદ માણેક અને રફીક ગફુરભાઈ મોવર ની અટકાયત કરવામાં આવી હતી. આ બનાવમાં સગીરા આરોપી માયાની પણ અટકાયત કરવામાં આવી હતી. જે ની પ્રાથમિક પુછપરછ માં આરોપીઓ ફરીયાદી સાથે કામ કરતી એક સગીરાને પેહલા 25 વારિયા વિસ્તારમાં લઈ ગયા હતા પરંતુ ફરીયાદી શોધવા નીકળતા તે બજારમાં પરત આવી ગયા હતા જે બાદ ફરીયાદી તેઓની પાસે પહોંચતા ફરીયાદીનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.
મોરબી પોલીસે અત્યારે ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે, આ મામલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આજુબાજુના જીલ્લાઓમાં પણ નાકાબંધી કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર